Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

28. મને મિનિમમ વેઇજથી ઓછો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. હું શું કરી શકું?

જો તમને નોકરીએ રાખનાર તમને મિનિમમ વેઇજથી ઓછો પગાર આપતાં હોય તો તમારાં અધિકારો.

મોટાભાગના કર્મચારીઓને કાયદેસર નેશનલ મિનિમમ વેઇજ (national minimum wage) મેળવવાનો અધિકાર છે. જુદા-જુદા લોકોને જુદા - જુદા દરો લાગુ પડે છે અને દર ઓક્ટોબરમાં બદલાય છે. ઓક્ટોબર 2008 થી ઓક્ટોબર 2009 માટે નેશનલ મિનિમમ વેઇજ છે:

  • જો તમારી ઉંમર 16 અને 17 વર્ષની વચ્ચે હોય, તો કલાકના £3.53 (ઓક્ટોબર 2009થી £3.57);
  • જો તમારી ઉંમર 18 અને 21 વર્ષની વચ્ચે હોય, તો કલાકના £4.77 (ઓક્ટોબર 2009થી £4.83); અને
  • જો તમારી ઉંમર 22 વર્ષ અને તેથી વધુ હોય, તો કલાકના £5.73 (ઓક્ટોબર 2009થી £5.80).

સ્વરોજગાર કરતા લોકો અને સિપાહીઓ સહિત કેટલાંક લોકો નેશનલ મિનિમમ વેઇજ મેળવવાપાત્ર નથી. અને બીજા પ્રકારના કામદારો, જેમ કે એપ્રેન્ટિસીઝ માટે કેટલાંક ખાસ નિયમો છે.

જો તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનાર તમને મિનિમમ વેઇજ ચૂકવતાં નથી, તો તમને તેમની પાસેના તમારા પગાર સંબંધી કોઇ પણ રેકોર્ડ જોવાનો અધિકાર છે. તમને નોકરીએ રાખનારને તમારા પે રેકોર્ડ્ઝ જોવાની માંગણી કરતો પત્ર લખો; તેમણે તમને તે 14 દિવસની અંદર આપવા અથવા બતાવવા જોઇએ. તમારા પત્રની એક નકલ સાચવી રાખો. જો તમને નોકરીએ રાખનાર તમે પે રેકોર્ડ્ઝ જોવાની માંગણી કરી હોવાના કારણે તમને કોઇ સજા કરે અથવા નોકરી પરથી કાઢી મૂકે, તો તેઓ કાયદાનો ભંગ કરી રહ્યાં છે.

જો તમને મિનિમમ વેઇજ ચૂકવવામાં ન આવતી હોય, તો તમારે શક્ય એટલી જલ્દી નેશનલ મિનિમમ વેઇજ હેલ્પલાઇનને ફોન કરવો જોઇએ અથવા અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે વાત કરવી જોઇએ. તેઓ તમને તમને નોકરીએ રાખનાર વિરૂદ્ધ ક્લેઇમ કરવામાં મદદ કરી શકે અને તમારો ક્લેઇમ સૌથી સારી રીતે કઇ રીતે કરી શકાય તે વિશે સલાહ આપી શકે.

જો તમને નેશનલ મિનિમમ વેઇજ વિશે કોઇ અન્ય પ્રશ્ન હોય, અથવા તમે ક્લેઇમ કરવા માંગતા હો, તો કૃપા કરી 0845 6000 678 પર નેશનલ મિનિમમ વેઇજ હેલ્પલાઇનનો સંપર્ક સાધો.

જો તમને તમારા પગાર સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર