Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

26. મને ફાજલ પાડવામાં આવી રહ્યો/ રહી છે અને મને નોકરીએ રાખનારે મને રજાઓનો પગાર આપવાનો બાકી છે. હું શું કરી શકું?

તમારા ભૂતપૂર્વ નોકરીએ રાખનાર પાસેથી રજાઓનો પગાર ક્લેઇમ કરવાની રીત.

જ્યારે તમે કોઇ નોકરી છોડો, ત્યારે તમે તમને મળવાપાત્ર કોઇ પણ રજાનો પગાર (હોલિડે એન્ટાઇટલમેન્ટ) મેળવવાને હકદાર છો.

જો નોટિસના સમયમાં કામને બદલે તમને નોટિસ પે આપી દેવામાં આવ્યો હોય, તો તમે જેમ નોટિસના સમયગાળામાં કામ કરો તો તમને મળવાપાત્ર રજાના પગાર (હોલિડે એન્ટાઇટલમેન્ટ)માં વધારો થાય છે, તેવો આ સંજોગોમાં તમારા રજાના પગાર (હોલિડે એન્ટાઇટલમેન્ટ)માં વધારો થતો નથી.

જો તમને લાગતું હોય તે તમને રજાના પગારની યોગ્ય રકમ ચૂકવાઇ નથી, તો તમે તમારા ભૂતપૂર્વ નોકરીએ રાખનારને તમને એવું કેમ લાગે છે તે સમજાવતો, અને તમને લેણી નિકળતી રકમ સાત દિવસની અંદર ચૂકવી દેવા જણાવતો પત્ર લખો. તમારો પત્ર રેકોર્ડેડ ડિલિવરી દ્વારા મોકલો અને તેની એક નકલ સાચવી રાખો.

તમે તમને ચૂકવવામાં ન આવેલો રજાનો પગાર કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં પણ ક્લેઇમ કરી શકો. તમે તમને નોકરીએ રાખનારને પહેલાં પત્ર લખ્યા વિના સીધા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં અરજી કરી શકો, પણ જો તમે આમ કરો, તો શક્ય છે કે તમને ઓછું વળતર મળે. ક્લેઇમ કરવા માટે તમારી સૌથી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ઑફિસનો સંપર્ક સાધો અને ક્લેઇમ ફોર્મ માંગો. તમે સૌથી નજીકની ઑફિસ ક્યાં છે તે 0845 795 9775 પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ ઇન્ક્વાયરીને ફોન કરીને જાણી શકશો.

તમારે તમને જે દિવસથી છૂટા કરવામાં આવ્યા તે તારીખથી ત્રણ મહિનામાં એક દિવસ ઓછા સુધીમાં તમારો ક્લેઇમ કરવો જોઇએ. માટે જો તે 1 ઓગસ્ટ 2009 હતી, તો તમારે કોઇ ટ્રિબ્યુનલમાં 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી દેવી પડે. જો તમે આ સમયસીમા ચૂકી ગયા હો, તો પણ તમે કદાચ કરારના ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) માટે ક્લેઇમ કરી શકો.

જો તમને તમારા રજાના પગાર સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર