Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

25. મને રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) પેટે શું મળવું જોઇએ?

રિડન્ડન્સી પે (redundancy pay)ને લાગુ પડતા નિયમો જાણો.

તમે શું રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) મેળવવાને પાત્ર છો તે ગણવા માટે તમારો નોકરીનો કરાર જુઓ. જો તમારા કરારમાં પેમેન્ટનો ઉલ્લેખ ન હોય, કે તમારી પાસે કરાર ન હોય, તો પણ કદાચ કાયદાકીય રીતે તમે રિડન્ડન્સી પે (redundancy pay) મેળવવાને પાત્ર હોઇ શકો.

સામાન્ય રીતે રિડન્ડન્સી પે (redundancy pay) મેળવવા માટે તમે ઓછામાં ઓછા બે વર્ષ તમને નોકરીએ રાખનાર સાથે કામ કર્યું હોવું જોઇએ અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. જો તમને એમ લાગતું હોય કે તમને નોકરીએ રાખનારે અન્યાયી રીતે ફાજલ પાડવા માટે તમને પસંદ કર્યાં છે અથવા તમારી સાથે કોઇ પણ રીતે એવો ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) કર્યો છે કે તમે ફાજલ પડાવા માટે પસંદ થયા છો (દાખલા તરીકે, જો તમને તમારા મૂળ વંશ, જાતિ અથવા તમને હોય એવી કોઇ અક્ષમતાને લીધે ફાજલ પાડવા માટે પસંદ કરવામાં આવ્યા છે), તો ઓછામાં ઓછા બે વર્ષવાળી સમયમર્યાદા લાગુ પડતી નથી.

તમને જે રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) મળવું જોઇએ તેની રકમ તમે કેટલા સમયથી નોકરી પર છો, તમારી ઉંમર અને ટેક્સ કપાયા પહેલાની તમારી દર અઠવાડિયાની આવક પર આધાર રાખે છે.

  • 18 અને 21 વર્ષની ઉંમરમાં દરેક સળંગ નોકરીના વર્ષ માટે તમને અડધા અઠવાડિયાનો પગાર મળશે.
  • 22 અને 40 વર્ષની ઉંમરમાં દરેક સળંગ નોકરીના વર્ષ માટે તમને એક અઠવાડિયાનો પગાર મળશે.
  • 41 અને 65 વર્ષની ઉંમરમાં દરેક સળંગ નોકરીના વર્ષ માટે તમને દોઢ અઠવાડિયાનો પગાર મળશે.

તમે કેટલો અઠવાડિક પગાર મેળવી શકો એના માટે એક ઉપલી સીમા છે. હાલ આ અઠવાડિયે £350 છે, (જે 1 ઓક્ટોબર 2009થી વધીને £380 થઇ જશે). અને જો તમે 20 વર્ષથી વધારે સમયથી નોકરી કરતા હો, તો તમને તમે 20 વર્ષથી વધુ જે સમયગાળા માટે કામ કર્યું એના માટે કોઇ રિડન્ડન્સી પે (redundancy pay) નહીં મળે.

જો તમને નોકરીએ રાખનાર તમને રિડન્ડન્સી પેમેન્ટ (redundancy payment) ન આપે, અથવા તમને તેની રકમ સામે વાંધો હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર