Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

23. મને નોકરીએ રાખનાર મારા કરારની શરતોનો ભંગ કરી રહ્યાં છે. હું શું કરી શકું?

તમને નોકરીએ રાખનાર તમારા કરારની શરતોનું પાલન ન કરતા હોય, તો તમારા અધિકારો.

કરારનો ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) ત્યારે થયો ગણાય, જ્યારે તમે અથવા તમને નોકરીએ રાખનાર તમારા નોકરીના કરારની શરતોમાંથી કોઇનો ભંગ કરો છો. તમને નોકરીએ રાખનાર કરારનો ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) કરતા હોય, જો, દાખલા તરીકે, તેઓ તમારો પગાર ન ચૂકવે, અથવા તેઓ તમારી સંમતિ વિના તમારા કામની સ્થિતિમાં જબરજસ્તીથી ફેરફાર કરવાનો પ્રયત્ન કરે.

જો તમને નોકરીએ રાખનાર તમારા કરારની શરતોનો ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) કરતા હોય, તો તમારે પહેલાં તેમને મૌખિક અથવા લેખિત સ્વરૂપે જણાવવું જોઇએ. કુનેહપૂર્વક વાત કરો - શક્ય છે કે તમને નોકરીએ રાખનારથી કોઇ ભૂલ થઇ ગઇ હોય અને તેઓ તેને ઝડપથી સુધારી લેવા રાજી હોય.

જો તમને નોકરીએ રાખનાર કશું જ ન કરે અથવા તમારી ફરિયાદ પર ધ્યાન ન આપે, તો તેમને ઔપચારિક ફરિયાદ કરતો પત્ર લખો અને જણાવો કે જો તેઓ તમારી ફરિયાદનું સંતોષકારક સમાધાન નહીં કરે, તો તમે તેમની વિરૂદ્ધ પગલાં લેશો. તમારા પત્રની એક નકલ સાચવી રાખો.

જો તમે તમને નોકરીએ રાખનાર સાથેની સમસ્યાનો હલ ન કરી શકો, તો તમે કરારના ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) માટે આમની આગળ ક્લેઇમ કરી શકો:

  • કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal). તમે આ ત્યારે જ કરી શકો, જ્યારે તમારી નોકરી પૂરી થઇ ગઇ હોય; અથવા
  • કાઉન્ટી કોર્ટ. તમે આ તમને નોકરીએ રાખનાર માટે કામ કરતો હો, તો પણ કરી શકો.

જો તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનારે તમારા કરારનો ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) કરવામાં તમારી સાથે ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) કર્યો, તો તમે કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) માટે ક્લેઇમ કરો.

સામાન્ય રીતે, તમારે કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) પાસે જતાં પહેલા તમને નોકરીએ રાખનારની ફરિયાદ પ્રક્રિયામાંથી પસાર થવું જોઇએ. જો તમે આમ ન કરો, અને તમે ટ્રિબ્યુનલમાં કેસ જીતી જાવ, તો શક્ય છે કે તમને ઓછું વળતર મળે.

આ બધાં જ કિસ્સાઓમાં ક્લેઇમ ફોર્મ મેળવવા માટે તમારી સૌથી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ઑફિસનો સંપર્ક સાધો. તમે સૌથી નજીકની ઑફિસ ક્યાં છે તે 0845 795 9775 પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ ઇન્ક્વાયરીને ફોન કરીને જાણી શકશો.

તમારે તમારો એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ક્લેઇમ તમારી નોકરી ઔપચારિક રીતે પૂરી થઇ તે તારીખથી અથવા તમારા કામના છેલ્લા દિવસથી ત્રણ મહિનામાં એક દિવસ ઓછા સુધીમાં કરવો જોઇએ. માટે જો તમારો કામ પર છેલ્લો દિવસ 1 ઓગસ્ટ 2009ના રોજ હતો, તો તમારે કોઇ ટ્રિબ્યુનલમાં 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી દેવી પડે.

કરારનો ભંગ (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) એટલો ગંભીર હોઇ શકે કે કોઇ કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપીને તેને “કન્સ્ટ્રક્ટિવ અનફેર ડિસમિસલ” (“constructive unfair dismissal”) તરીકે ક્લેઇમ કરે. પરંતુ તમે રાજીનામું આપવાનું વિચારો એ પહેલાં શક્ય એટલી જલ્દી નિષ્ણાત કાયદાકીય સલાહ મેળવો. એ સાબિત કરવાનું ખૂબ અઘરૂં હોય છે કે તમને નોકરીએ રાખનારના વર્તનના કારણે “કન્સ્ટ્રક્ટિવ અનફેર ડિસમિસલ” (“constructive unfair dismissal”) થયું.

જો તમને, તમને નોકરીએ રાખનાર દ્વારા કરારનો ભંગ કરાવા (બ્રીચ ઑફ કોન્ટ્રાક્ટ) સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર