Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

12. હું કામ પર પાછો ફરી રહ્યો રહી છું. શું મને મળતા બધા બેનિફિટ્સ બંધ થઇ જશે?

તમે કામ પર પાછા ફરો પછી પણ તમે કયા બેનિફિટ્સ મેળવવાને પાત્ર હોઇ શકો તે જાણો.

જો તમે કામ પર પાછા ફરી રહ્યા હો, તો જરૂરી નથી કે તમે તમારા બધા જ બેનિફિટ્સ માટેની પાત્રતા ખોઇ દો. દાખલા તરીકે:

  • જો તમે ડિસેબિલિટિ લિવિંગ ઍલાવન્સ (Disability Living Allowance), અટેન્ડન્સ ઍલાવન્સ (Attendance Allowance), ઇન્ડસ્ટ્રીયલ ઇન્જરીઝ બેનિફિટ (Industrial Injuries Benefit) અથવા રિડ્યુસ્ડ અર્નિંગ્ઝ ઍલાવન્સ (Reduced Earnings Allowance) મેળવતા હો, તો તમે કામ કરતા હો તે દરમ્યાન તે ક્લેઇમ કરવાનું ચાલુ રાખી શકો.
  • જો તમે એક કેરર હો, તો તમે કદાચ તમારી પરિસ્થિતિ અને તમે કેટલું કમાવ છો તેના આધારે કેરર્સ ઍલાવન્સ (Carer’s Allowance) ક્લેઇમ કરવાનું ચાલુ રાખી શકો.
  • જો તમે ઇનકેપેસિટિ બેનિફિટ (Incapacity Benefit) ક્લેઇમ કરતા હો, તો તમારા કામના સમયના કલાકો અને આવક અમુક મર્યાદાની નીચે હોય, તો કદાચ તમે તે ક્લેઇમ કરવાનું ચાલુ રાખી શકો, જો કે તમારે બેનિફિટ ઑફિસને જણાવવાનું રહેશે કે તમે કામ પર પાછા ફરી રહ્યા છો.
  • જો તમે હાઉસિંગ બેનિફિટ (Housing Benefit), કાઉન્સિલ ટેક્સ બેનિફિટ (Council Tax Benefit) અને એનએચએસ (NHS)ના ખર્ચ, દાખલા તરીકે પ્રિસ્ક્રિપ્શનનો ખર્ચ અને દાંતની સારવાર માટેના ખર્ચ માટે મદદ ક્લેઇમ કરતા હો, તો તમારી આવકના આધારે તમે તે ક્લેઇમ કરવાનું ચાલુ રાખી શકો એવું બને. તમે તમારા કામના પહેલા ચાર અઠવાડિયા દરમ્યાન હાઉસિંગ બેનિફિટ (Housing Benefit) અને કાઉન્સિલ ટેક્સ બેનિફિટ (Council Tax Benefit) ના ‘એક્સટેન્ડેડ પેમેન્ટ્સ’ (extended payments) પણ મેળવી શકો એવું બને.
  • જો તમે કામ પર પાર્ટ-ટાઇમ પાછા ફરી રહ્યા હો અને તમે અઠવાડિયામાં 16 કલાકથી ઓછો સમય કામ કરવાના હો, તો તમે તમારી આવકના આધારે ઇન્કમ સપોર્ટ (Income Support) અથવા જોબસીકર્ઝ ઍલાવન્સ (Jobseeker’s Allowance) ક્લેઇમ કરી શકશો.
  • જો તમે કામ કરતા હો, તો તમે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ (Child Tax Credit) ક્લેઇમ કરવાનું ચાલુ રાખી શકો, પણ તમને મળતી રકમમાં તમારી આવકના કારણે ફેરફાર થઇ શકે.

જો તમે લાંબા - ગાળાના બેનિફિટ્સમાંથી ફરી કામ કરવા પર પાછા ફરી રહ્યા હો, તો તમને આર્થિક મદદ કરવા અનેક યોજનાઓ (સ્કીમ્સ) છે. તેમાં, અન્યો સાથે તાલીમ કાર્યક્રમો અને ઍલાવન્સીઝ, અને ચાઇલ્ડ કેરના ખર્ચમાં મદદનો સમાવેશ થાય છે. તમે આના વિશે તમારા સ્થાનિક જોબસેન્ટર પ્લસ (Jobcentre Plus) માંથી વધુ માહિતી મેળવી શકશો.

તમે એક વાર કામ કરવાનું શરૂ કરો પછી તમારી આવક અને તમે જેટલા કલાક કામ કરો છો તે આંકડાના આધારે કદાચ તમે વર્કિંગ ટેક્સ ક્રેડિટ (working tax credit) મેળવવાને પાત્ર થઇ શકો. તમે ટેક્સ ક્રેડિટ્સ (Tax Credits) વિશે તમારા સ્થાનિક જોબસેન્ટર પ્લસ (Jobcentre Plus), 0845 300 3900 પર ટેક્સ ક્રેડિટ્સ હેલ્પલાઇન (Tax Credits Helpline) અથવા હર મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (Her Majesty’s Revenue and Customs (HMRC)) ની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકો.

જો તમે કામ પર પાછાં ફરી રહ્યાં હો, અને તમને એમ ન લાગતું હોય કે એનાથી તમારા બેનિફિટ્સ પર કોઇ અસર પડશે તો પણ તમારે તમને બેનિફિટ્સ ચૂકવતી એજન્સીઓને જાણ કરવી જોઇએ. જો તમે આમ ન કરો તો તમને તમારી પાત્રતા કરતાં વધુ બેનિફિટ્સ ચૂકવાઇ શકે, અથવા તમારી છેતરપિંડી બાબતે તપાસ પણ થઇ શકે. તમારે તમે જે દિવસથી કામ શરૂ કરવા ધારતા હો તે ચોક્કસ તારીખ, કામના કલાકો, અને તમારો પગારનો દર જણાવવો જોઇએ. જો તમે ત્યાર પછી બેનિફિટ મેળવવાને પાત્ર નહીં હો, તો સંબદ્ધ એજન્સી તમને જાણ કરવા માટે પત્ર લખશે.

જો તમારે બેનિફિટ સિસ્ટમ છોડવા અથવા વેલ્ફેર બેનિફિટ્સ ના બીજા કોઇ પણ પાસા બાબતે મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સ માંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર