Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

9. મને મળવાપાત્ર બેનિફિટ કરતા વધુ ચૂકવણી કરવામાં આવી છે. હું શું કરૂં?

બેનિફિટ ઓવરપેમેન્ટ્સ (મળવાપાત્ર કરતા વધુ ચૂકવણી) પાછી આપવાના નિયમો.

જો તમને વધુ પડતો બેનિફિટ ચૂકવવામાં આવ્યો હોય, તો તમને તે પાછો આપવા કહેવામાં આવી શકે. આવું તો બને જો તમે એજન્સીને તમારી પરિસ્થિતિમાં થયેલા કોઇ ફેરફાર વિશે ન જણાવો, અથવા તમે એમને ખોટી માહિતી આપો - ભૂલમાં પણ.

જો સમસ્યા વધુ ગંભીર હોય, દાખલા તરીકે, જો તમે તમારી પરિસ્થિતિ વિશે ખોટું બોલો, તો તમારી છેતરપિંડી (ફ્રોડ) માટે તપાસ કરવામાં આવી શકે, અને તમારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે અથવા તમને દંડ થઇ શકે.

ક્યારેક તમારા ક્લેઇમનું કામકાજ કરતી એજન્સી ભૂલ કરીને તમને વધુ પડતો બેનિફિટ ચૂકવી શકે. મોટા ભાગના સોશ્યલ સિક્યોરિટિ બેનિફિટ્સ માટે, જો તમને એમ ન લાગતું હોય કે તમને વધુ પડતી ચૂકવણી થઇ છે, તો તમને ઓવરપેમેન્ટ પાછું ચૂકવવાની વિરૂદ્ધમાં અપીલ કરવાનો અધિકાર છે. જો તમે સ્વીકારતા હો, કે તમને વધુ ચૂકવણી થઇ છે, તો પણ, જો તમારી પાસે એમ કરવા માટે કોઇ સારૂં કારણ હોય: આરોગ્ય સંબંધી કારણોસર, અથવા જો તમે ગંભીર આર્થિક તકલીફોમાં હો, તો એજન્સી ને તમને એ વધારાની રકમ પાછી ચૂકવવા ફરજ ન પાડવા કહી શકો.

જો તમે ટેક્સ ક્રેડિટ્સ (tax credits) મેળવો, તો તમારી પાસે તમે તમારી ‘એવોર્ડ નોટિસ’ (award notice) અને તમે જે રકમ મેળવો તે ચકાસો, અને તેમાંની કોઇ પણ ભૂલોની જાણ એક મહિનાની અંદર ટેક્સ ક્રેડિટ ઑફિસ (Tax Credit Office) ને કરો એવી અપેક્ષા રાખવામાં આવે છે.

જો તમને એમ ન લાગતું હોય કે તમારે ટેક્સ ક્રેડિટ (tax credit) ની કોઇ વધારાની ચૂકવણી પાછી આપવી જોઇએ, તો તમારે ટેક્સ ક્રેડિટ ઑફિસ (Tax Credit Office) માંથી મળતું TC846 નામનું એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારે સમજાવવાનું રહેશે કે તમારે તે રકમ શા માટે પાછી ન આપવી જોઇએ. જો તમને ટેક્સ ક્રેડિટ ઑફિસ (Tax Credit Office) ના કહેવા મુજબ તમારી પાસેથી લેણી નિકળતી રકમ ચૂકવવાનું પોસાય એમ ન હોય, તો તમે લાંબા ગાળે ઓછા દરે તે પૈસા પાછાં ચૂકવવા કહી શકો, જેને ‘આસ્કિંગ ફોર એડિશ્નલ પેમેન્ટ્સ’ (asking for additional payments) કહેવામાં આવે છે.

બીજા બેનિફિટ્સ માટે તમને વાંધો હોય તો તમે અપીલ કરી શકો, પણ કોઇ ઓવરપેમેન્ટ પાછું ચૂકવવા વિરૂદ્ધ તમને અપીલ કરવાનો કોઇ ઔપચારિક અધિકાર નથી. જો કે, જો ઓવરપેમેન્ટ તેની ભૂલના લીધે કરવામાં આવ્યું હોય, તો ટેક્સ ક્રેડિટ ઓફિસ (Tax Credit Office) બધું ઓવરપેમેન્ટ અથવા તેમાંની કેટલીક રકમ માંડી વાળવાનો નિર્ણય કરી શકે. અને તમે ટેક્સ ક્રેડિટ (tax credit) ને લગતા એવા કોઇ નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી શકશો:

  • જે ટેક્સ ક્રેડિટ (tax credit) ઓવરપેમેન્ટમાં વ્યાજ ઉમેરે;
  • જે તમને દંડ ચૂકવવા કહે; અથવા
  • જો તમને લાગતું હોય કે તમારી ટેક્સ ક્રેડિટ (tax credit) ની રકમ (અને માટે ઓવરપેમેન્ટની રકમ) ખોટી છે.

જો તમને લાગતું હોય, કે ઓવરપેમેન્ટ ટેક્સ ક્રેડિટ ઑફિસે (Tax Credit Office) માહિતીનો જવાબ ન આપવાના અથવા તમારી ટેક્સ ક્રેડિટના પુનર્મૂલ્યાંકનને મોડું કરવાના કારણે થયું હતું અથવા વધુ બગડ્યું હતું તો તમે ફરિયાદ પણ કરી શકો.

ઓવરપેમેન્ટ સંબંધી બધા મુદ્દાઓ જટિલ હોય છે. જો તમને બેનિફિટ ઓવરપેમેન્ટ સાથે સંબંધિત કોઇ સમસ્યા હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર