Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

35. અસામાજિક વર્તણૂંક શું છે, અને તેના વિશે શું કરી શકાય?

કોઇની વર્તણૂંકથી તમને સતામણી થતી હોય, ચિંતા થતી હોય, કે તકલીફ થતી હોય તો શું કરવું.

જ્યારે કોઇ વ્યક્તિએ તેમના ઘરમાં ન રહેતી હોય એવી કોઇ વ્યક્તિને સતામણી, ચિંતા કે તકલીફ થાય અથવા થઇ શકે એવું વર્તન કર્યું હોય, તો તેને અસામાજિક વર્તણૂંક કહેવાય.

જો તમને અસામાજિક વર્તણૂંક સાથે સમસ્યા હોય, તો તમારે તમારી કાઉન્સિલનો સંપર્ક સાધીને તેમને તેની તપાસ કરવા કહેવું જોઇએ. તમે કાઉન્સિલને હલ શોધવા માટે પોલિસને સામેલ કરવા પણ કહી શકો.

કાઉન્સિલ અનેક સંભવિત પગલાં લઇ શકે, જેમાં અસામાજિક વર્તણૂંકમાં સામેલ વ્યક્તિને એક ઍક્સેપ્ટેબલ બિહેવિયર કોન્ટ્રાક્ટ (acceptable behaviour contract) પર સહી કરવાનું કહેવાનું પણ સામેલ છે. આ એક સ્વૈચ્છિક લેખિત કરાર છે જેમાં તેઓ જે અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાનું વચન આપે છે, તે સ્પષ્ટ કરેલું હોય છે. જો સમસ્યા ઊભી કરનાર વ્યક્તિ કાઉન્સિલની ભાડૂઆત હોય, તો છેવટે કાઉન્સિલ તેમને મકાનમાંથી બહાર કઢાવી શકે.

વધુ ગંભીર સમસ્યાઓ માટે, અથવા જો કોઇ વ્યક્તિ ઍક્સેપ્ટેબલ બિહેવિયર કોન્ટ્રાક્ટનો ભંગ કરે, તો કાઉન્સિલ એવું નક્કી કરી શકે કે કાઉન્ટી કોર્ટ પાસે એન્ટી સોશ્યલ બિહેવિયર ઑર્ડર (Anti-Social Behaviour Order -ASBO) મેળવવા અરજી કરવા માટે પૂરતાં પુરાવા છે. આ ઑર્ડર અસામાજિક વ્યક્તિને તમારા વિસ્તારમાં ઉપદ્રવ કે પજવણી કરે તે રીતે વર્તવાથી પ્રતિબંધિત કરે છે. એન્ટી સોશ્યલ બિહેવિયર ઑર્ડર (Anti-Social Behaviour Order) ઓછામાં ઓછા બે વર્ષ સુધી માન્ય હોય છે. જો કોઇ વ્યક્તિ તેના ASBO નો ભંગ કરે, તો તે ફોજદારી ગુનો છે અને તેમને પાંચ વર્ષ સુધીના સમય માટે જેલમાં મોકલવામાં આવી શકે.

જો તમારે અસામાજિક વર્તણૂંક અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર