Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

29. મારે મારૂં પાછલું ભાડું ચૂકવવાનું બાકી છે. મારા શું અધિકારો છે?

જો તમે તમારૂં ભાડું ચૂકવવામાં મોડા હો તો તમે શું કરી શકો.

જો તમારે પાછલું ભાડું ચૂકવવાનું બાકી હોય, તો તમારે સૌથી પહેલા તમારા મકાનમાલિક સાથે બાકી નિકળતી રકમ (એરિયર્સ) વિશે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને જોવાનો પ્રયત્ન કરવો જોઇએ કે તમે તે નાણાં ચૂકવવા બાબત કોઇ સંમતિ સાધી શકો છો કે કેમ. જો તમે પૂરી રકમ ચૂકવી શકો એમ ન હો, તો તમારે બાકી નિકળતી ભાડાની રકમમાંથી કેટલોક ભાગ નિયમિતપણે ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

જો તમે હાઉસિંગ બેનિફિટ (Housing Benefit) મળવામાં મોડુ થવાના કારણે ભાડું સમયસર ન ચૂકવી શક્યા હો, તો આ વાત તમારા મકાનમાલિકને સમજાવો અને તમારી સ્થાનિક હાઉસિંગ બેનિફિટ ઑફિસ (Housing Benefit Office) ને 14 દિવસની અંદર તમને નાણાં ચૂકવવાની વિનંતી કરતો પત્ર લખો. જો હાઉસિંગ બેનિફિટ ઑફિસ (Housing Benefit Office) તમારા ક્લેઇમ પર ઝડપથી કાર્યવાહી ન કરી શકે, તો તમારે વચગાળાની ચૂકવણી (ઇન્ટરિમ પેમેન્ટ - interim payment) ની માંગણી કરવી જોઇએ. તમારે બેનિફિટ ઑફિસ (Benefit Office) ને તે માંગે તે બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કરવો જોઇએ.

જો તમે તમને મળતા હાઉસિંગ બેનિફિટ (Housing Benefit) ની રકમ તમારા ભાડા કરતા ઓછી હોવાના કારણે પાછલું બાકી ભાડું ન ભર્યું હોય, તો તમારી હાઉસિંગ બેનિફિટ ઑફિસ (Housing Benefit Office) ને ડિસ્ક્રેશનરી હાર્ડશિપ પેમેન્ટ (discretionary hardship payment) માટેની અરજી કરો. જો ઑફિસ તમારો ક્લેઇમ નકારી કાઢે, અથવા તે જે રકમ આપવાને રાજી થાય તે પૂરતી ન હોય, તો તમારે તમારા ક્લેઇમનો જવાબ મળ્યાના એક મહિનાની અંદર બેનિફિટ ઑફિસ (Benefit Office) ને પત્ર લખી તમારા ક્લેઇમ પર પુનર્વિચારણા કરવા કહેવું જોઇએ.

ઘરમાંથી બહાર કાઢી મૂકાવાનું ટાળવું

ભાડાં અને ભાડૂઆતો સંબંધી કાયદો (ટેનન્સી લૉ - Tenancy law) જટિલ છે. કોઇ મકાનમાલિક તમને ક્યારે અને કેવી રીતે મકાનમાંથી બહાર કાઢી શકે, તેના નિયમો, બીજી વસ્તુઓ ઉપરાંત તમારે તમારા મકાનમાલિક સાથે કેવો કરાર છે એના પર આધાર રાખે. પણ મોટાભાગના કિસ્સાઓમાં, મકાનમાલિક અદાલતમાંથી પરવાનગી મેળવ્યા વિના તમને મકાનમાંથી બહાર ન કાઢી શકે. તેઓ અદાલતમાં અરજી કરે તે પહેલા તમારા મકાનમાલિકે તમને નોટિસ આપવી જોઇએ કે તેઓ સંપત્તિનું ‘પઝેશન મેળવવાનો પ્રયત્ન’ (seeking possession) કરી રહ્યા છે (જેનો અર્થ થાચ કે તેઓ ભાડે મકાન આપવાનું બંધ કરવા માંગે છે અને તમને મકાનમાંથી બહાર કાઢવા માંગે છે).

જો તમારે તમારા પાછલા બાકી ભાડા અથવા રહેઠાણના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા હાઉસિંગ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર