Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

27. અક્ષમતાઓ (ડિસેબિલિટિઝ) ધરાવતા લોકોના કામના સ્થળે શું અધિકારો છે?

ડિસેબિલિટિ ડિસ્ક્રિમિનેશન એક્ટ (Disability Discrimination Act) કેવી રીતે લોકો સાથે કામના સ્થળે અન્યાયી વર્તન થતું અટકાવે છે તે જાણો.

ડિસેબિલિટિ ડિસ્ક્રિમિનેશન એક્ટ (Disability Discrimination Act) (અથવા DDA) નોકરીના બધાં જ ક્ષેત્રોમાં અક્ષમ (ડિસેબલ્ડ) વ્યક્તિઓ વિરૂદ્ધ ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) ને રોકે છે. આનો અર્થ છે કે જો કોઇ નોકરીએ રાખનાર તમારી સાથે તમારી અક્ષમતા (ડિસેબિલિટિ) સાથે જોડાયેલા કોઇ કારણસર બીજા લોકો કરતા ઓછો અનુકૂળ વ્યવહાર કરે, તો તે કાયદાનો ભંગ કરતા હોઇ શકે. કાયદો જ્યારે તમે કોઇ નોકરી માટે અરજી કરો, જ્યારે તમે કામ પર હો, અને કેટલીક પરિસ્થિતિઓમાં તમે નોકરી છોડી દીધી હોય પછી પણ તમારૂં રક્ષણ કરે છે.

તમને નોકરીએ રાખનારે તમે તમારૂં કામ કરી શકો તે માટે કામના સ્થળે ‘વાજબી’ ફેરફારો કરવા જ જોઇએ. આ, દાખલા તરીકે કોઇ જુદા પ્રકારનું કી-બોર્ડ કે ફોન પૂરો પાડવાનું, કે તમારા કામના કલાકોમાં કેર આસિસ્ટન્ટને અનુકૂળ થઇ શકે તેવો ફેરફાર કરવાનો હોઇ શકે.

જો તમે અક્ષમ (ડિસેબલ્ડ) હો અને નવી નોકરી શરૂ કરી રહ્યાં હો, અથવા તમને હાલ નોકરીએ રાખનાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી તમને તકલીફ હોય, તો તમને નોકરીએ રાખનારને તમારી અક્ષમતા (ડિસેબિલિટિ) સમજાવતો, અને તમારી દૃષ્ટિએ એમણે શું ફેરફારો કરવા જોઇએ તે સમજાવતો પત્ર લખો. કદાચ કોઇ વિવાદ થાય તો ઉપયોગ કરી શકાય એ માટે તમારા પત્રની એક નકલ સાચવી રાખો. જો તમને નોકરીએ રાખનાર એમ કહેતા હોય કે તમે અક્ષમ (ડિસેબલ્ડ) નથી, તો તમારે તમે DDAની અક્ષમ વ્યક્તિ (ડિસેબલ્ડ પર્સન)ની વ્યાખ્યા પૂરી કરો છો એ દર્શાવવા માટે દાક્તરના પુરાવા મેળવવા પડશે.

જો તમને લાગતું હોય કે તમને નોકરીએ રાખનાર તમારી સાથે ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) કરી રહ્યાં છે, તો તમે તેમના વિરૂદ્ધ કોઇ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં ક્લેઇમ કરી શકો. તમે તમને નોકરીએ રાખનારને પહેલાં પત્ર લખ્યા વિના સીધા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal)માં અરજી કરી શકો, પણ જો તમે આમ કરો, તો શક્ય છે કે તમને ઓછું વળતર મળે.

ક્લેઇમ કરવા માટે તમારી સૌથી નજીકની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ (Employment Tribunal) ઑફિસનો સંપર્ક સાધો અને ક્લેઇમ ફોર્મ માંગો. તમે સૌથી નજીકની ઑફિસ ક્યાં છે તે 0845 795 9775 પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ ઇન્ક્વાયરીને ફોન કરીને જાણી શકશો. તમારે તમને નોકરીએ રાખનારે જે દિવસથી તમારી સાથે ભેદભાવપૂર્ણ (ડિસ્ક્રિમિનેટરી) વર્તન કર્યું હોય, તે તારીખથી ત્રણ મહિનામાં એક દિવસ ઓછા સુધીમાં તમારો ક્લેઇમ કરવો જોઇએ. માટે જો તમારી સાથે 1 ઓગસ્ટ 2009ના રોજ ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું, તો તમારે કોઇ ટ્રિબ્યુનલમાં મોડામાં મોડી 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરી દેવી પડે.

જો તમને ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) સાથે અથવા નોકરીના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એમ્પ્લોયમેન્ટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર