Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

19 મારૂં બાળક શાળામાંથી ગાપચી મારે છે. મારી ફરજો અને મારાં અધિકારો શું છે?

જો તમારૂં બાળક શાળામાંથી ગાપચી મારતું હોય તો શું કરવું.

તમારૂં બાળક શાળાએ જાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવો એ કાયદાની રૂએ તમારી ફરજ છે. જો તમે તમારા બાળકોને શાળાએ મોકલવાનો પ્રયત્ન ન કરો, તો તમારા વિરૂદ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવી શકે, અને તમને દંડ થઇ શકે, અને હદ વટી જાય ત્યારે તમને જેલમાં મોકલવામાં પણ આવી શકે.

જો તમારૂં બાળક શાળામાંથી ગાપચી મારતું હોય, તો જાણવાનો પ્રયત્ન કરો કે તે એવું કેમ કરે છે. શક્ય છે કે શાળામાં તેને રંજાડવામાં આવતું હોય, અથવા તેની તબિયત સારી ન હોય અને તેને સારવારની જરૂર હોય. જો તમારૂં બાળક નિયંત્રણ બહાર થઇ ગયું હોય, તો તમે સોશ્યલ સર્વિસિઝને પૂછી શકો કે તેઓ મદદ કરી શકે એમ છે કે કેમ.

તમારે તમારા બાળકને શાળામાં હાજરી આપવા ફરજ પાડવા માટે શાળા અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરવું જોઇએ. તેઓ ઘણી વાર તમે તમારૂં બાળક શાળાએ જાય તે સુનિશ્ચિત કરી શકો તેમાં મદદરૂપ થાય એવાં પગલાં સૂચવે છે, દાખલા તરીકે તમારા માટે પેરૅન્ટિંગ ક્લાસિઝ, તમારા બાળક માટે લિટ્રસી ક્લાસિઝ, અથવા શાળાએ આવવા-જવા માટે વાહનવ્યવસ્થા (ટ્રાન્સપોર્ટ) માં મદદ. તમારે તમને સૂચવાયેલાં કોઇ પણ પગલાં પર શક્ય એટલો અમલ કરવો જોઇએ. જો તમે તમારા બાળકને શાળામાંથી ગાપચી મારતું રોકવા માટે શક્ય એટલું બધું જ કરતા હો, તો તમારા વિરૂદ્ધ કાયદેસરનાં પગલાં લેવાવાની શક્યતા નથી.

છતાં, જો તમારા વિરૂદ્ધ કાયદેસરનાં પગલાં લેવાય, તો તમારે તરત જ કાયદાકીય સલાહ મેળવવી જોઇએ.

જો તમને તમારા બાળકના શાળામાંથી ગાપચી મારવા સાથે અથવા શિક્ષણના બીજા કોઇ પણ પાસા સાથે વ્યવહાર કરવામાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર