Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

16. મારા બાળકને શીખવામાં મુશ્કેલી (લર્નિંગ ડિસેબિલિટિ) છે અને તેને શાળામાં થોડી વધુ મદદની જરૂર પડી શકે. હું આ કેવી રીતે માંગુ?

તમારા બાળકને શાળામાં શું વધારાની મદદ મળી શકે એ જાણો.

શાળામાં સ્પેશ્યલ એજ્યુકેશ્નલ નીડ્ઝ કોઑર્ડિનેટર (Special Educational Needs Co-ordinator (SENCO)) – એ શિક્ષક જે વધારાની મદદની વ્યવસ્થા કરે છે, સાથે વાત કરવાની માંગણી કરો. તમે કેમ ચિંતિત છો, અને તમારી દૃષ્ટીએ શું કરવું મદદરૂપ થશે તે સમજાવો. શાળાઓએ જેમને શીખવામાં મુશ્કેલી (લર્નિંગ ડિસેબિલિટિ) હોય તે બાળકોને તેમને જરૂર હોય તેવી બધી જ વધારાની મદદ પૂરી પાડવી જોઇએ. શીખવામાં મુશ્કેલી (લર્નિંગ ડિસેબિલિટિ) માં સંવેદનાત્મક અને વર્તણૂંક સંબંધી સમસ્યાઓ તેમ જ સમજવામાં સમસ્યાઓનો સમાવેશ થાય છે.

વધારાની મદદનો અર્થ આવો થઇ શકે:

  • તમારા બાળક સાથે શીખવવાની જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો;
  • તેમને ટીચીંગ આસિસ્ટન્ટ અથવા કાઉન્સેલરની મદદ પૂરી પાડવી; અથવા
  • તમારા બાળકને ખાસ સાધન પૂરાં પાડવા.

જો તમારા બાળકની જરૂરિયાતો શાળા એકલી પૂરી કરી શકે એમ ન હોય, તો તમે અથવા શાળા સ્થાનિક સત્તાવાળાઓને પત્ર લખીને ‘સ્ટેચ્યુટરી ઍસેસમેન્ટ’ (‘statutory assessment’) ની માંગણી કરી શકો. આ એક ઔપચારિક પ્રક્રિયા છે, જેમાં તમારા બાળક અને તેના શિક્ષણ સાથે સંકળાયેલી એજન્સીઓ અને વ્યાવસાયિકો, તેમ જ તમે તમારા બાળકની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો છો.

સ્ટેચ્યુટરી ઍસેસમેન્ટ (statutory assessment) કર્યા પછી સ્થાનિક સત્તાવાળાઓ ‘સ્ટેટમેન્ટ ઑફ સ્પેશ્યલ એજ્યુકેશ્નલ નીડ્ઝ’(શિક્ષણ સંબંધી ખાસ જરૂરિયાતોનું વિધાન - ‘statement of special educational needs’ – જેને ઘણી વાર ‘સ્ટેટમેન્ટ’ (‘statement’) પણ કહેવામાં આવે છે) તૈયાર કરવાનો નિર્ણય લઇ શકે. આ એક કાનૂની દસ્તાવેજ છે, જેમાં તમારા બાળકની શીખવા સંબંધી જરૂરિયાતો અને તે જરૂરિયાતો પૂરી કરવા માટે તે જે મદદ મેળવશે તે વિગતે દર્શાવે છે. જો તમારા બાળકને તેમાં જણાવેલી મદદ ન મળે, તો તમે કદાચ સ્થાનિક સત્તાવાળાઓ વિરૂદ્ધ કાયદેસરના પગલાં લઇ શકો. પણ આમ કરવા માટે તમારે નિષ્ણાત કાયદાકીય સલાહની જરૂર પડશે.

જો સ્થાનિક સત્તાવાળાઓ સ્ટેચ્યુટરી ઍસેસમેન્ટ (statutory assessment) કરવાની ના પાડી દે, અથવા તમે તમારા બાળક માટે જે નક્કી થયું છે તેની સાથે સંમત ન હો, તો તમે સેન્ડ (સ્પેશ્યલ એજ્યુકેશ્નલ નીડ્ઝ એન્ડ ડિસેબિલિટિ ટ્રિબ્યુનલ - SEND (Special Educational Needs and Disability Tribunal) નામની એક સંસ્થાને અપીલ કરી શકો.

આ એક જટિલ મુદ્દો છે. જો તમને પ્રક્રિયાઓ સમજવામાં મદદની જરૂર હોય, અથવા તમે અપીલ કરવા માંગતા હો અથવા સ્થાનિક સત્તાવાળાઓ વિરૂદ્ધ પગલાં લેવા માંગતા હો, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર