Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

15. મારા બાળકને શાળામાંથી બહાર રાખવામાં આવી રહ્યું છે (તેને હાજરી આપવા દેવામાં આવતી નથી). અમારા અધિકારો શું છે?

તમારા બાળકને કામચલાઉ રીતેઅથવા હંમેશના માટે શાળામાંથી બહાર રાખવામાં આવે ત્યારે કામનો વ્યવહાર કરવાની રીત.

તમારા બાળકને શાળામાંથી કેટલાંક નિશ્ચિત દિવસો માટે અથવા હંમેશના માટે બહાર રાખવામાં આવી શકે. શાળાએ તમને તેઓ તમારા બાળકને શા માટે બહાર રાખી રહ્યાં છે તે જણાવતો પત્ર લખવો જોઇએ. જો શાળાએ આમ ન કર્યું હોય, તો તરત જ તેનો સંપર્ક સાધો અને તેને તમને પત્ર લખી મોકલવા કહો. તમારી અને શાળા વચ્ચે થયેલા બધા જ પત્રવ્યવહારની એક નકલ સાચવો.

જો તમે બહાર રાખવાના કારણો સાથે સંમત ન હો, તો, જો તમારૂં બાળક સરકાર દ્વારા ચલાવાતી (સ્ટેટ ફન્ડેડ) શાળામાં હોય, તો તમને ગવર્નરોને ફરિયાદ કરવાનો અધિકાર છે. તમે આવું કરવા માંગી શકો, જો તમને લાગતું હોય કે:

  • તમારા બાળકે તેની પર જે આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે તેવું નથી કર્યું;
  • તમારા બાળકે શાળા કહે છે કે તેણે કર્યું છે એવું કર્યું હોવાનો કોઇ વાસ્તવિક પુરાવો નથી;
  • તમારા બાળકનો વાંક એટલો ગંભીર નથી કે તેને શાળામાંથી બહાર રાખવાનો નિર્ણય વાજબી ગણી શકાય;
  • તમારા બાળકને તેને જે કરવા બદલ બહાર રાખવામાં આવી રહ્યું છે તે કરવા માટે તમારા બાળકને ઉશ્કેરવામાં આવ્યું હોય; અથવા
  • તમારા બાળકને એકલાને જ સજા આપવા માટે અન્યાયપૂર્ણ રીતે પસંદ કરવામાં આવ્યું હોય.

જો તમે માનતા હો કે તમારા બાળકને ખોટી રીતે બહાર રાખવામાં આવી રહ્યું છે, તો શક્ય એટલી જલ્દી શાળાનું સંચાલન કરનાર મંડળ (ગવર્નિંગ બૉડી) ને તમને એવું કેમ લાગે છે તે જણાવતો પત્ર લખો. જો તમારા બાળકને 15 દિવસથી વધુ સમય માટે બહાર રાખવામાં આવી રહ્યું હશે, તો ગવર્નરો એક સુનાવણી રાખશે, જેમાં તમે તમારી વાત રજૂ કરી શકશો.

જો ગવર્નરો શાળાના તમારા બાળકને બહાર રાખવાના નિર્ણય સાથે સંમત થાય, તો, જો તમારા બાળકને હંમેશને માટે બહાર રાખવામાં આવી રહ્યું હોય, તો તમે તમારી અપીલ સ્થાનિક સત્તાવાળાઓ (કાઉન્સિલ) એ બનાવેલી એક સ્વતંત્ર અપીલ પેનલ પાસે લઇ જઇ શકશો. જો તમે તમારી અપીલને આ તબક્કામાં લઇ જવા માંગતા હો, તો તમારે નિષ્ણાત સલાહ મેળવવી જોઇએ.

આ પ્રક્રિયા માત્ર સરકાર દ્વારા ચલાવાતી શાળાઓ માટે જ છે. જો તમારૂં બાળક કોઇ સ્વતંત્ર શાળામાં અથવા કોઇ ઍકેડૅમી સ્કૂલમાં જતું હોય, તો તમારે તમે શું પગલાં લઇ શકો તે બાબતે નિષ્ણાત સલાહ મેળવવી પડશે.

જો તમને તમારા બાળકને બહાર રખાવા સાથે અથવા શિક્ષણના બીજા કોઇ પણ પાસા સાથે વ્યવહાર કરવામાં મદદની જરૂર હોય, તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા એજ્યુકેશન એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર