Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

13. મને હાઉસિંગ બેનિફિટ (Housing benefit) સાથે સમસ્યા છે.

નિર્ણયો પડકારવા, ફરિયાદ કરવા કે ઓવરપેમેન્ટ (પાત્રતા કરતા વધુ ચૂકવણી) અથવા અંડરપેમેન્ટ (પાત્રતા કરતા ઓછી ચૂકવણી) સાથે કામના વ્યવહારની રીત.

હાઉસિંગ બેનિફિટ (Housing benefit) આર્થિક સ્થિતિની તપાસ કર્યા પછી અપાતો એક બેનિફિટ છે, માટે તમે તે મેળવી શકો કે કેમ તેનો આધાર તમારી આવક અને તમારી પાસેના બીજા પૈસા પર છે. તે તમારા સ્થાનિક સત્તાવાળાઓ (કાઉન્સિલ) દ્વારા આપવામાં આવે છે. લોકોને હાઉસિંગ બેનિફિટ (Housing benefit) સાથે અનેક જુદી-જુદી સમસ્યાઓ થાય છે જેમાં આ સામેલ છે:

  • ક્લેઇમ પર કાર્યવાહી કરવામાં મોડું થવું;
  • ઓવરપેમેન્ટ્સ (પાત્રતા કરતા વધુ રકમ ચૂકવાવી) અથવા અંડરપેમેન્ટ્સ (પાત્રતા કરતા ઓછી રકમ ચૂકવાવી);
  • ક્લેઇમ જૂની તારીખમાં કરવામાં મુશ્કેલી; અને
  • બેનિફિટની રકમ ભાડા માટે અપૂરતી હોવી.

હાઉસિંગ બેનિફિટ(housing benefit) અંગેના નિર્ણયને પડકારવો

જો તમને લાગતું હોય કે તમારા હાઉસિંગ બેનિફિટ (housing benefit) ક્લેઇમને ખોટી રીતે નકારવામાં આવ્યો છે, અથવા તે યોગ્ય રકમ માટે નથી, તો તમે તેને પડકારી શકો. તમને તમારી સ્થાનિક સત્તાવાળાઓને તેમના નિર્ણય પર ફેરવિચારણા કરવાનું કહેવાનો કાયદાકીય અધિકાર છે, અથવા તમે એક સ્વતંત્ર ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકો. તમારે નિર્ણયના એક મહિનાની અંદર પગલાં લેવાં જોઇએ.

જો તમે તમારા હાઉસિંગ બેનિફિટ (housing benefit) વિશેના નિર્ણયથી નાખુશ હો, (દાખલા તરીકે તે તમારા ભાડા માટે પૂરતી રકમ નથી), તો તમે સ્થાનિક સત્તાવાળાઓને આ નિર્ણય વિશે ફેરવિચારણા કરવા કહી શકે. આ તમારે તમારા હાઉસિંગ બેનિફિટ (housing benefit) વિશેનો નિર્ણય મેળવવાના છ અઠવાડિયાની અંદર કરવું જોઇએ.

સ્થાનિક સત્તાવાળાઓએ તમારા કેસ પર ફેરવિચારણા કરી લીધા પછી તેઓ તમને પરિણામ જણાવવા પત્ર લખશે. તેઓ તમને એ પણ જણાવશે, કે જો તમે નિર્ણયથી નાખુશ હો, તો તમને તેની વિરૂદ્ધ અપીલ કરવાનો કાયદાકીય અધિકાર છે. તમારે આ એક મહિનાની અંદર કરવું જોઇએ. સ્થાનિક સત્તાવાળાઓ તમને એક ફોર્મ પૂરૂં પાડી શકે, જેમાં તમે તમારી અપીલ રજૂ કરી શકો અથવા જો તેમાં તેઓને જરૂર હોય તેવી બધી માહિતી હોય, તો તેઓ એક પત્ર પણ સ્વીકારી શકે.

ઓવરપેમેન્ટ અને અંડરપેમેન્ટ

જો તમને તમે મેળવવાપાત્ર હો એના કરતા વધુ હાઉસિંગ બેનિફિટ (housing benefit) ચૂકવવામાં આવ્યો હોય, તો સામાન્ય રીતે તમારે તે પાછો ચૂકવવાનો હોય છે. જો કે, જો આ ઓવરપેમેન્ટ સત્તાવાળાઓના પક્ષે કોઇ ભૂલના કારણે થયું હોય, અને તમને તમને ઓવરપેમેન્ટ કરવામાં આવી રહ્યું છે એવી ખબર હોવાના અપેક્ષા રાખી શકાય એમ ન હોય, તો તમારે તે પાછો ચૂકવવો પડશે નહીં. જો તમે આ સ્થિતિમાં હો અને તમને ઓવરપેમેન્ટ પાછું ચૂકવવા કહેવામાં આવ્યું હોય, તો તમે એ નિર્ણયને પડકારી શકો અથવા અપીલ કરી શકો.

જો કોઇ ઓવરપેમેન્ટ સત્તાવાળાઓના પક્ષે કોઇ ભૂલના કારણે ન થયું હોય તો પણ, જો તમારી પાસે કોઇ યોગ્ય કારણ હોય, દાખલા તરીકે, તમને આરોગ્ય સંબંધી સમસ્યાઓ હોય અથવા ગંભીર આર્થિક મુશ્કેલીઓ હોય, તો તમે કાઉન્સિલને તે પૈસા પાછા આપવા માટે આગ્રહ ન કરવા કહી શકો.

જો તમને વધુ રકમ ચૂકવવામાં આવી હોય, તો સ્થાનિક સત્તા હાઉસિંગ બેનિફિટ (housing benefit) સંબંધી છેતરપિંડી માટે તમારી તપાસ કરી શકે. જો આમ થાય તો તમારે નિષ્ણાતની સલાહ મેળવવી જોઇએ. બેનિફિટ સંબંધી છેતરપિંડી એક ફોજદારી ગુનો છે અને તમારી પર કામ ચલાવવામાં આવી શકે, અથવા તમને દંડ ભરવા કહેવામાં આવી શકે, અથવા ભવિષ્યમાં તમારો બેનિફિટ ઓછો કરી નાંખવામાં આવી શકે.

તમારા ક્લેઇમ પર જે રીતે કાર્યવાહી કરવામાં આવે તે વિશે ફરિયાદ કરવી

જો તમે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાથી ખુશ ન હો, દાખલા તરીકે, તમારા હાઉસિંગ બેનિફિટ (housing benefit) ના ક્લેઇમ પર કાર્યવાહી થવામાં લાંબો સમયગાળો વીતે છે, અથવા તેમણે ભૂલો કરી છે, તો, તમે ફરિયાદ કરી શકો. તમારે તમારા હાઉસિંગ બેનિફિટ (housing benefit) વિશેના નિર્ણયને પડકારવો હોય કે નહીં, તમે સ્થાનિક સત્તાવાળાઓ તમારા ક્લેઇમ પર કેવી રીતે કાર્યવાહી કરે છે એના વિશે ફરિયાદ કરી શકો.

દરેક સ્થાનિક સત્તાવાળાઓને તેમની પોતાની ફરિયાદ પ્રક્રિયા (કમ્પ્લેઇન્ટ્સ પ્રોસીજર - complaints procedure) હોય છે, જેના વિશે તેમણે તમને જણાવવું જ જોઇએ. જો તમે ફરિયાદ પ્રક્રિયામાંથી પસાર થાવ અને છતાં ખુશ ન હો. તો તમે લોકલ ગવર્નમેન્ટ ઓમ્બુડ્ઝમન (Local Government Ombudsman) ને ફરિયાદ કરે શકો.

જો તમારે હાઉસિંગ બેનિફિટ (housing benefit) અથવા વેલ્ફેર બેનિફિટ્સ ના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સ માંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર