Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

11. ટેક્સ ક્રેડિટ્સ (tax credits) મેળવવાને પાત્ર કોણ છે?

તમે ટેક્સ ક્રેડિટ્સ (tax credits) મેળવવાને પાત્ર છો કે કેમ, અને તે કેવી રીતે ક્લેઇમ કરવી તે જાણો.

જો તમારી આવક ઓછી હોય તો ટેક્સ ક્રેડિટ્સ (Tax credits) તમારી કમાણી ઉપરાંત તમને નાણાં આપે છે. તે ટેક્સ ક્રેડિટ્સ ઑફિસ (Tax Credits Office) દ્વારા ચૂકવવામાં આવે છે, જે હર મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (એચ.એમ.આર.સી. Her Majesty’s Revenue and Customs (HMRC) ) નો ભાગ છે. બે પ્રકારની ટેક્સ ક્રેડિટ (Tax credit) હોય છે: વર્કિંગ ટેક્સ ક્રેડિટ (Working Tax Credit) અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ (Child Tax Credit).

તમે વર્કિંગ ટેક્સ ક્રેડિટ (Working Tax Credit) મેળવવાને પાત્ર હોઇ શકો, જો તમારી આવક ઓછી હોય અને:

  • તમે અથવા તમે જેની સાથે પાર્ટનર તરીકે રહેતા હો તે વ્યક્તિ અઠવાડિયામાં 16 કલાક અથવા એથી વધુ કામ કરતી હોય અને તમારે એક બાળક હોય અથવા તમે અથવા તે વ્યક્તિ અક્ષમ હોય;
  • તમારી ઉંમર 50 વર્ષથી વધુ હોય, તમે બેનિફિટ્સના આધારે જીવતા હતા, અને પછી તમે અઠવાડિયામાં 16 કલાક અથવા વધુ કામ કરવાનું શરૂ કર્યું; અથવા
  • તમે અથવા તમારા સાથી 25 વર્ષથી વધુ ઉંમરના હો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 30 કલાક કામ કરતા હો.

વર્કિંગ ટેક્સ ક્રેડિટ (Working Tax Credit) માં ચાઇલ્ડકેર (બાળકની સંભાળ – દા. ત. બેબીસીટિંગ) ના ખર્ચ માટે મદદનો સમાવેશ થઇ શકે, અને જો તમે અક્ષમ (ડિસેબલ્ડ) હો તો વધારાની મદદનો પણ સમાવેશ થઇ શકે. તે સામાન્ય રીતે તમારા પગાર સાથે ચૂકવવામાં આવે છે, પણ ચાઇલ્ડકેરના ખર્ચ માટેનો ભાગ સીધો તમને ચૂકવવામાં આવશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય કરતા હશો, તો તે સીધો ચૂકવવામાં આવશે.

જો તમારે બાળકો હોય તો તમે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ (Child Tax Credit) મેળવવાને પાત્ર હોઇ શકો. આ ચાઇલ્ડ બેનિફિટ (Child Benefit) ઉપરાંત ચૂકવવામાં આવે છે, અને તે સામાન્ય રીતે મુખ્ય સંભાળ રાખનાર (કેરર)ને ચૂકવવામાં આવે છે. તેમાં અક્ષમ (ડિસેબલ્ડ) બાળકો માટે વધારાની મદદ સામેલ છે. તમે કામ કરતા હો કે નહીં, તમે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ Child Tax Credit) મેળવી શકો.

બંને પ્રકારની ટેક્સ ક્રેડિટ (Tax Credit) આર્થિક સ્થિતિની તપાસ આધારિત હોય છે, માટે તમે કેટલી રકમ મેળવશો તેનો આધાર દર વર્ષની તમારી આવક પર રહે છે. જો તમારી આવક વધે, અને તમે ટેક્સ ક્રેડિટ્સ ઑફિસ (Tax Credits Office)ને ન જણાવો, તો, જો ઑફિસ એવું નક્કી કરે કે તમે મળવી જોઇતી હતી એના કરતા વધુ ટેક્સ ક્રેડિટ (Tax Credit) મેળવી છે, તો તમારે કેટલાંક નાણાં પાછા આપવા પડી શકે. તમારે તમારી પરિસ્થિતિમાં બીજા ફેરફારો વિશે પણ જાણ કરવી જોઇએ, દાખલા તરીકે જો તમારી કૌટુંબિક સ્થિતિમાં કંઇ ફેરફાર થાય તો.

ટેક્સ ક્રેડિટ્સ (Tax Credits) ક્લેઇમ કરવા માટે તમારે એક ક્લેઇમ ફોર્મ ભરવું પડશે. તમે ફોર્મ અને ક્લેઇમ કરવા વિશેની વધુ માહિતી 0845 300 3900 પર ટેક્સ ક્રેડિટ્સ હેલ્પલાઇન (Tax Credits Helpline) પરથી મેળવી શકશો.

જો તમારે ટેક્સ ક્રેડિટ્સ (Tax Credits) અથવા વેલ્ફેર બેનિફિટ્સ ના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સ માંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર