Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

10. કોણ પેન્શન ક્રેડિટ્સ Pension Credits) મેળવવાને પાત્ર છે?

પેન્શન ક્રેડિટ (Pension Credit) અને તે કોણ મેળવી શકે તેના વિશે જાણો

સ્ટેટ પેન્શન ક્રેડિટ (State Pension Credit) એક એવો બેનિફિટ (લાભ) છે જે તમે તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય, અને તમારી આવક ઓછી હોય (લો ઇન્કમ), તો તમે મેળવી શકો. તમે કામ કરતા હો કે નહીં, તમે પેન્શન ક્રેડિટ (Pension Credit) મેળવી શકો.

પેન્શન ક્રેડિટ (Pension Credit) ના બે ભાગ છે: ગેરન્ટી ક્રેડિટ (Guarantee Credit) અને સેવિંગ્ઝ ક્રેડિટ (Savings Credit).

ગેરન્ટી ક્રેડિટ (Guarantee Credit) 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હોય છે. તે તમારી પરિસ્થિતિ અનુસાર તમારી આવકને એક માન્ય સ્તર (બેઝિક લેવલ) સુધી વધારીને કામ કરે છે. તમારી આવકમાં તમારી પાસેની £6,000થી વધુ, અથવા, જો તમે કોઇ કેર હોમમાં રહેતા હો, તો £10,000 થી વધુ રકમની બચતમાંથી આવતી કોઇ પણ રકમનો સમાવેશ થાય છે.

સેવિંગ્ઝ ક્રેડિટ (Savings Credit) 65 વર્ષ અથવા એનાથી વધુ ઉંમરના એવા લોકો માટે હોય છે, જેમને સ્ટેટ પેન્શન (state pension) સિવાય કોઇ બીજી આવક હોય. દાખલા તરીકે, તમારે તમારા વ્યવસાય સંબંધી કોઇ પેન્શન અથવા ખાનગી પેન્શન હોય, બીજી આવક હોય, બચતમાંથી આવતા પૈસા હોય અથવા ભાડૂઆતો પાસેથી આવતા પૈસા હોય. જો તમે તે મેળવવા પાત્ર હો, તો સેવિંગ્ઝ ક્રેડિટ (Savings Credit) આ બીજી આવકમાં ઉમેરો કરે છે. સેવિંગ્ઝ ક્રેડિટ (Savings Credit) તમને મળતી કોઇ પણ ગેરન્ટી ક્રેડિટ (Guarantee Credit) ઉપરાંત ચૂકવવામાં આવે છે. જો તમારી આવક ગેરન્ટી ક્રેડિટ (Guarantee Credit) મેળવવા માટે બહુ વધુ હોય, તો તમે સેવિંગ્ઝ ક્રેડિટ (Savings Credit) નો ક્લેઇમ કરી શકો.

પેન્શન ક્રેડિટ (Pension Credit) ક્લેઇમ કરવા વિશે વધુ માહિતી માટે 0800 99 1234 પર પેન્શન ક્રેડિટ (Pension Credit) એપ્લિકેશન લાઇનને ફોન કરો. યાદ રાખો કે તમે તમારી પરિસ્થિતિ અનુસાર બીજા બેનિફિટ્સ મેળવવાને પાત્ર પણ હોઇ શકો.

જો તમારે પેન્શન ક્રેડિટ્સ (Pension Credits) અથવા વેલ્ફેર બેનિફિટ્સ ના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સ માંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર