Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

8. હું મારા બેનિફિટ ક્લેઇમ વિશેના નિર્ણય સાથે સંમત નથી. હવે હું શું કરૂં?

બેનિફિટ્સ વિશેના નિર્ણયને પડકારવાનો તમારો અધિકાર.

જો તમને એવું લાગતું હોય કે તમારા બેનિફિટ ક્લેઇમને ખોટી રીતે નકારવામાં આવ્યો છે, અથવા તમને યોગ્ય રકમ નથી મળી, તો તમને તેને પડકારવાનો અધિકાર છે. સામાન્ય રીતે તમારે પહેલા આ નિર્ણય લેનાર એજન્સીનો સંપર્ક સાધવો જોઇએ અને તેને લેખિત રૂપે જાણ કરવી જોઇએ કે તમે તે નિર્ણય પર ફેરવિચારણા કરે એવું ઇચ્છો છો. તમારે તમારા પત્રની એક નકલ તમારી પાસે રાખવી જોઇએ.

એજન્સીને તેનો નિર્ણય બદલવા માટે સમજાવી શકે તેવી દરેક વાત તમે કહો છો, તે નિશ્ચિત કરવા માટે પહેલાં કોઇ નિષ્ણાતની સલાહ મેળવવી સારી પડી શકે. અમારા વેલ્ફેર બેનિફિટ્સ એડવાઇઝર્સ તમને મદદ કરી શકે – તેમાંના કોઇ સાથે વાત કરવા માટે 08001 225 6653 પર ફોન કરો.

જો તમે ઇચ્છતા હો કે એજન્સી કોઇ નિર્ણય પર ફેરવિચારણા કરે, તો તમારે સામાન્ય રીતે આ મૂળ નિર્ણયના એક મહિનાની અંદર કરવું જોઇએ (જો કે કેટલાંક કિસ્સાઓમાં આ સમય મર્યાદા 13 મહિના સુધી વધારવામાં આવી શકે). અન્ય પરિસ્થિતિઓમાં (દાખલા તરીકે, જો જે- તે એજન્સીએ તમારા ક્લેઇમ વિશે નિર્ણય લેતી વખતે ભૂલ કરી હોય તો) કોઇ સમય મર્યાદા નથી.

જો એજન્સી તમારી તરફેણમાં પોતાનો નિર્ણય બદલે, તો સામાન્ય રીતે બેનિફિટ મૂળ નિર્ણયની તારીખથી ચૂકવવામાં આવશે.

જો તમે નવા નિર્ણયથી ખુશ ન હો, તો તમે કોઇ અપીલ ટ્રિબ્યુનલ (appeal tribunal)માં અપીલ કરી શકો. આ તમારે નવા નિર્ણયના એક મહિનાની અંદર કરવું જોઇએ. જો કે, જો તમે ઇચ્છો, તો તમારા નિર્ણય પર ફેરવિચારણા કરવાની માંગણી કર્યા વિના સીધી જ અપીલ કરી શકો. દાખલા તરીકે, જો નિર્ણય કેમ ખોટો છે એનાં કારણો જટિલ હોય, તો અપીલ કરવાથી ઝડપી પરિણામ આવી શકે.

અપીલો પર એક સ્વતંત્ર ટ્રિબ્યુનલ કાર્યવાહી કરે છે, જે બેનિફિટ ઑફિસથી અલગ છે. જો તમે અપીલ કરતા હો, તો તમારે તમે જે નિર્ણય વિરૂદ્ધ અપીલ કરો છો તો નિર્ણય કરનાર કચેરીને પત્ર લખવો જોઇએ. દરેક એજન્સીને તેના પોતાના અપીલ ફોર્મ હોય છે, જે, જો તમે ભરી શકો એમ હો તો, ભરવા જોઇએ. જો તમે ફોર્મ ન મેળવી શકો, તો તેઓ પત્ર સ્વીકારશે.

અપીલ ફોર્મ (Appeal Form) અથવા પત્રમાં તમે જે નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી રહ્યાં છો તેની વિગતો હોવી જોઇએ, અને તમને તે કેમ ખોટું લાગે છે, તેનું મુખ્ય કારણ પણ હોવું જોઇએ.

જ્યારે તમે કોઇ સોશ્યલ સિક્યોરિટિ બેનિફિટ (social security benefit) અંગેના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરો, ત્યારે નિર્ણાયક (ડિસીઝન – મેકર -decision-maker) કહેવાતી એક વ્યક્તિ તે નિર્ણય બદલવો જોઇએ કે કેમ તે નક્કી કરવા માટે તેના પર ફેરવિચારણા કરે છે. જો તે મૂળ નિર્ણય ન બદલે, તો તમારી અપીલ આપોઆપ અપીલ ટ્રિબ્યુનલમાં જશે, જે આ નિર્ણય પર ફેરવિચારણા કરશે.

જો તમારી અપીલ ટ્રિબ્યુનલ પાસે જાય, તો તમારી પાસે આ બધામાંથી એક કરવાનો વિકલ્પ છે:

  • એક મૌખિક સુનાવણીમાં જવું, જ્યાં તમે પોતે તમારો કેસ રજૂ કરી શકો; અથવા
  • તમારા ક્લેઇમ ફોર્મ અને અપીલ ફોર્મમાં અથવા પત્રમાં જે કંઇ છે તેના આધારે ટ્રિબ્યુનલને તમારા કેસ પર નિર્ણય લેવા દેવો.

સામાન્ય રીતે, મૌખિક સુનાવણીમાં જવું વધુ સારૂં છે, જ્યાં તમે તમારો કેસ ટ્રિબ્યુનલ સમક્ષ સમજાવી શકો. જો તમે ઇચ્છો તો તમારી સાથે કોઇને લઇ જઇ શકો, અને જો તે કોઇ કાયદામાં નિષ્ણાત વ્યક્તિ હોય તો સૌથી સારૂ. તમારે ટ્રિબ્યુનલને જણાવવું પડશે કે તમારે કેવી સુનાવણી જોઇએ છે, નહીં તો તમારી અપીલ સાંભળવામાં ન આવે એવું પણ બની શકે.

ટેક્સ ક્રેડિટ્સ (tax credits) વિશેના કાયદા જુદા છે. ટેક્સ ક્રેડિટ્સ(tax credits) વિશેની માહિતી તમે 0845 300 3900 પર ટેક્સ ક્રેડિટ્સ હેલ્પલાઇન (Tax Credits Helpline) ને ફોન કરી માહિતી મેળવી શકશો.

જો તમારો કોઇ બેનિફિટ ક્લેઇમ નકારવામાં આવ્યો હોય, અને તમારે તેની અથવા વેલ્ફેર બેનિફિટ્સ ના બીજા કોઇ પણ પાસા સાથે કામના વ્યવહારમાં મદદની જરૂર હોય તો અમે તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા વેલ્ફેર બેનિફિટ એડવાઇઝર્સમાંથી એક સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર