Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

7. ક્રેડિટ (ઋણ) મેળવવામાં સમસ્યા?

તમને ઋણ આપવાનો ઇન્કાર કરવામાં આવે (ક્રેડિટ રિફ્યુઝલ – Credit Refusal) તેનો સામનો કરતી વખતે તમારા અધિકારો.

તમને ક્રેડિટ (ઉધાર વસ્તુ અથવા કરજ) આપવી કે નહીં તે નક્કી કરતી વખતે મોટાભાગના શાહુકારો ક્રેડિટ રેફરન્સ એજન્સીઓ અને તેમની પોતાની ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમ (Credit Scoring System) નું સંયોજન કરી તેનો ઉપયોગ કરે છે. એવું કોઇ ‘બ્લેકલિસ્ટ’ નથી, જેમાં નામ ધરાવતા લોકોને શાહુકારો આપોઆપ જ નાણાં આપવાનો ઇન્કાર કરી દેશે.

ક્રેડિટ સ્કોરિંગ અમુક માપદંડો માટે અમુક પોઇંટ્સ ફાળવી ને કામ કરે છે. દાખલા તરીકે, તમને મતદાર યાદી (ઇલેક્ટોરલ રોલ – Electoral Roll) પર નામ ધરાવવા માટે અમુક પોઇંટ્સ મેળવી શકો. તમને જેટલા વધુ પોઇંટ્સ મળે તેટલી લેણદાર તમને નાણાં આપે એવી વધુ શક્યતા છે. જુદા-જુદા લેણદારો પાસે સ્કોરિંગ માટે જુદા-જુદા માપદંડો ધરાવતા હોય છે, માટે એવું બની શકે કે કેટલાંક લેણદારો તમને કરજ આપવાની ના પાડે, પણ બીજા કેટલાંક તે માટે સંમત થાય.

જો તમને ક્રેડિટ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોય તો તમે આ કરી શકો:

  • ક્રેડિટ આપનાર ને પૂછી શકો કે તેઓ એવું શા માટે કરે છે – જો કે તેમણે તમને વિગતે કારણો આપવા જરૂરી નથી; અને
  • ક્રેડિટ માટે ભલામણ કરતી ત્રણ મુખ્ય એજન્સીઓ કૉલ ક્રેડિટ (Call Credit), ઇક્વીફેક્સ (Equifax) અને એક્સપીરિયન (Experian), માંથી એક (અથવા ત્રણેય) પાસેથી તમારી ક્રેડિટ રેફરન્સ ફાઇલની નકલ મેળવી શકો.

તમે તમારી ક્રેડિટ રેફરન્સ ફાઇલની નકલ તમારા નામ, સરનામુ, જન્મ તારીખ અને પાછલાં છ વર્ષનાં સરનામા વાળી લેખિત અરજી કરીને (ઓનલાઇન) મેળવી શકશો. તમારે તમારી ફાઇલની નકલ મેળવવા માટે એક નાનકડી ફી ચૂકવવી પડશે.

જો કોઇ ભૂલ હોય, કે તમને લાગતું હોય કે તમારી ફાઇલમાંની કોઇ વિગત ખોટી છે, તો તમે ક્રેડિટ રેફરન્સ એજન્સીને તે દૂર કરવા કે બદલવાનું કહીં શકો, અથવા તમારી ફાઇલમાં નોંધ ઉમેરાવી શકો. જો તમે અગાઉ કોઇ કરજ ચૂકવવામાં નિષ્ફળ ગયા હો (ક્રેડિટ ડિફોલ્ટ – Credit Default) અથવા તમારી ક્રેડિટ ફાઇલમાં કાઉન્ટી કોર્ટનો નિર્ણય હોય, તો સામાન્ય રીતે ક્રેડિટ રેફરન્સ એજન્સીએ તે છ વર્ષ પછી કાઢી નાંખવા જોઇએ.

જો તમને ઋણ આપવાનો ઇન્કાર થાય અથવા કરજના બીજા કોઇ પણ પાસા વિશે મદદની જરૂર હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર