Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

 • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

  08001 225 6653પર ફોન કરો
 • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
 • શનિ સવારે 9 - બપોરે12:30
 • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

4. મને એક કાઉન્ટી કોર્ટ ક્લેઇમ ફોર્મ (County Court Claim Form મળ્યું છે. હવે હું શું કરૂં?

જવાબ કેવી રીતે આપવો, રિવ્યુ (સમીક્ષા)ની માંગણી કેવી રીતે કરવી, અને તમે નાણાં ન ચૂકવો તો શું થાય.

તમને તમારા બાકી કરજ વિશે કાઉન્ટી કોર્ટ ક્લેઇમ ફોર્મ (County Court Claim Form) મળે, તેનાથી ખૂબ ચિંતા થઇ શકે, પણ તમે સામાન્ય રીતે આ પ્રક્રિયા કોર્ટમાં સુનાવણીની જરૂર પડ્યા વિના ટપાલ દ્વારા કરી શકો એમ છો.

જો તમને આ રીતે કોઇ ક્લેઇમ મળે, તો તમારે જવાબ આપવા માટે જે ફોર્મની જરૂર પડશે, તે સામાન્ય રીતે ક્લેઇમ ફોર્મ (Claim Form) ની સાથે જોડેલા હશે. તમે ફોર્મ મળ્યાના 14 દિવસની અંદર જવાબ આપો તે જરૂરી છે.

જો તમારે તમારા ક્લેઇમ વિરૂદ્ધ બચાવ કરવા માટે સલાહ લેવા માટે સમય જોઇતો હોય (દાખલા તરીકે, કારણ કે તમે તમારી પાસેથી જે રકમ માંગવામાં આવી રહી છે તેની સાથે સંમત નથી), તો ‘સ્વીકૃતિ’ (એકનોલેજમેન્ટ) ફોર્મ (Acknowledgement Form) 14 દિવસની અંદર પૂરૂં કરો. આ તમારો બચાવ ફોર્મ (ડિફેન્સ ફોર્મ –Defence Form) ) પાછો મોકલવાનો સમય 28 દિવસ સુધી વધારશે.

ક્લેઇમનો જવાબ આપવાની રીત

તમે ક્લેઇમનો જવાબ અનેક રીતે આપી શકો:

 • જો તમે સ્વીકારો કે લેણી નિકળતી રકમ સાચી છે, પણ તમે તેને પૂરેપૂરી ચૂકવી શકો એમ નથી, તો સ્વીકાર ફોર્મ (એડમિશન ફોર્મ – Admission Form) નો ઉપયોગ કરો. આમાં તમારી આર્થિક વિગતો ભરો, અને તમને પોસાય તેવી રીતે ચૂકવણુ કરવાની તૈયારી બતાવો, અને તેને 14 દિવસમાં પાછું મોકલો. તમને ખરેખર પોસાય એમ હોય એથી વધુ રકમ ચૂકવવાની તૈયારી ન બતાવશો.
 • જો તમને લાગતું હોય કે તમારી પાસેથી ક્લેઇમ કરવામાં આવ્યાં છે એટલાં નાણાં લેણા નિકળતા નથી, તો બચાવ અને પ્રતિક્લેઇમ ફોર્મ (ડિફેન્સ એન્ડ કાઉન્ટરક્લેઇમ ફોર્મ – Defence and counterclaim Form)નો ઉપયોગ કરો. જો તમારે ક્લેઇમ વિરૂદ્ધ બચાવ કરવો હોય, તો તમારે ડિફેન્સ ફોર્મ (Defence Form) કોર્ટમાં પાછું મોકલવાનું રહેશે.
 • જો તમને લાગતું હોય કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી કેટલીક લેણી રકમ સાચી છે અને કેટલીક ખોટી, તો બંને ફોર્મનો ઉપયોગ કરો.

સમીક્ષાની માંગણી કરવાની રીત

જો તમે ચૂકવણી કરવાની તૈયારી બતાવી છે, પણ કોર્ટે તમને તમે તૈયારી બતાવી છે તેનાથી વધુ રકમ ચૂકવવા કહ્યું છે, તો તમે કોર્ટને એક સુનાવણી દરમ્યાન તમે રજૂ કરેલ વિગતો પર પુનઃવિચાર કરવા કહી શકો. સુનાવણી તમારી સ્થાનિક કાઉન્ટી કોર્ટમાં થશે.

જો તમે ચૂકવણી ન કરો

જો તમે કોર્ટે હુકમ કર્યા મુજબ ચૂકવણી ન કરો, તો ક્લેઇમ કરનાર ( એ સંસ્થા અથવા લોકો જેના તમારી પાસેથી નાણાં લેણા નિકળે છે) ‘એન્ફોર્સમેન્ટ’ (Enforcement) માટે અરજી કરી શકે છે, જે તમારી પાસે ચૂકવણી કરાવવાની એક રીત છે, દાખલા તરીકે:

 • કોર્ટના બેઇલિફોને તમારે ત્યાં આવવા કહીને;
 • ‘અટેચમેન્ટ ઑફ અર્નિંગ્સ ઓર્ડર’ (Attachment of Earnings Order) (તમારા પગાર અથવા બેનિફિટ્સમાંથી પૈસા કઢાવવા) માટે અરજી કરીને; અથવા
 • કોર્ટ પાસે તમે જેના માલિક હો તેવી કોઇ પણ મિલ્કત, જેમ કે તમારૂં ઘર, માટે ચાર્જિંગ ઓર્ડર (Charging Order) ની માંગણી કરીને (જેનો અર્થ છે કે લેણદાર કોર્ટ આગળ તે વેચીને તમારી પાસેથી લેણી રકમ મેળવવા માટે અરજી કરી શકે).

જો કોર્ટ તમારી વિરૂદ્ધમાં નિર્ણય લે, તો કોર્ટનો ખર્ચ અને ફી તમારા કરજમાં ઉમેરવામાં આવશે.

જો કાઉન્ટી કોર્ટનો નિર્ણય તમારી વિરૂદ્ધમાં દાખલ કરવામાં આવશે, તો તમે નિર્ણય લેવાયાના 28 દિવસમાં જો તમારૂં કરજ ચૂકવી નહીં દો, તો તેને એક રજિસ્ટરમાં નોંધવામાં આવશે. એ નિર્ણય લેવાયાના છ વર્ષ સુધી તમારા ક્રેડિટ રેકોર્ડ પર રહેશે, જેના લીધે તમને ક્રેડિટ (કરજ) મેળવવામાં વધુ મુશ્કેલી પડી શકે.

જો તમારે કાઉન્ટી કોર્ટ ક્લેઇમ ફોર્મ (County Court Claim Form) ભરવામાં મદદની જરૂર હોય, અથવા તમને તમારા કરજના બીજા કોઇ પણ પાસા વિશે ચિંતા હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર