Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

3. દેવાળુ કાઢવામાં શેનો સમાવેશ થાય છે?

જ્યારે તમારા પર તમે ચૂકવી શકો એમ ન હો એવું કરજ હોય ત્યારે દેવાળુ કાઢવાના ફાયદા અને ગેરફાયદા.

જો તમારા પર એવું મોટી રકમનું કરજ હોય, જે તમે વાજબી સમયગાળામાં ચૂકવી શકો એમ ન હો, તો દેવાળુ કાઢવુ એક વિકલ્પ છે. જો તમે દેવાળુ કાઢો, તો ઑફિશિયલ રિસીવર નામની એક સરકારી એજન્સી તમારા આર્થિક વ્યવહારોના નિયંત્રણ માટે જવાબદાર બની જાય છે. તે તમને પોસાય એવા સ્તરે ત્રણ વર્ષ સુધી તમારા લેણદારોને ચૂકવણુ કરવા કહી શકે.

તમને તમારા લેણદારો દેવાળિયા બનાવી શકે અથવા તમે પોતે દેવાળુ કાઢવા માટે અરજી કરી શકો (જેને ‘પિટિશનિંગ ફોર બેન્કરપ્ટ્સી’કહેવાય છે).

દેવાળુ કાઢવુ એ સહેલો વિકલ્પ નથી. તમારે દેવાળુ કાઢવાની અરજી કરતા પહેલા નિષ્ણાત સલાહ મેળવવી જોઇએ, કારણ કે કરજનો સામનો કરવાના બીજા રસ્તા તમારા માટે વધુ સારા હોઇ શકે. જ્યારે તમારી પર મોટું કરજ હોય, જે ચૂકવવામાં અનેક વર્ષો લાગી શકે એમ હોય, ત્યારે દેવાળુ કાઢવુ એ સાચો વિકલ્પ હોય છે. તે આવું હોય ત્યારે અનુકૂળ ન હોય એવું બની શકે:

  • તમારી પાસે અમુક પ્રકારની નોકરી હોય (દાખલા તરીકે તમે ફાઇનાન્સમાં કામ કરતા હો, અથવા તમે વકીલ હો), કારણ કે તમે આ નોકરીઓ નહીં કરી શકો;
  • તમે તમારૂં પોતાનું ઘર ખરીદ્યું હોય (અથવા ખરીદવાના હો), કારણ કે તમે તે ખોઇ દઇ શકો;
  • તમારી પાસે બીજી મિલ્કત હોય (જે તમે ખોઇ શકો); અથવા
  • દેવાળાના સમય દરમ્યાન તમને વારસામાં પૈસા કે સામાન મળવાની વકી હોય, કારણ કે એવું બને કે તમે તે રાખી ન શકો.

અને અમુક એવાં કરજ છે જે તમારે દેવાળુ કાઢ્યા પછી પણ ચૂકવવા પડશે:

  • ન્યાયાધીશોએ નક્કી કરેલા દંડ;
  • સાથી અથવા બાળકો માટે ભરણ-પોષણ;
  • છેતરપિંડીના કારણે ઊભું થયેલું કરજ;
  • સ્ટુડન્ટ લોન્સ;
  • કોઇ પણ નુકસાન માટે તમારે કોઇ વ્યક્તિને નુકસાન ભરપાઇ કરવા માટે ચૂકવવાની થતી રકમ.

છેવટે, તમારે એક સંયુક્ત ચૂકવણું કરવાનું રહેશે જેમાં આનો સમાવેશ થાય છે:

  • ઑફિશ્યલ રિસિવર માટે £345; અને
  • કોર્ટ ફી £150.

જો તમે કેટલાંક બેનિફિટ્સ મેળવતા હો, અથવા તમને કોર્ટ ફી ચૂકવવાનું પોસાતું ન હોય, તો તમે કોર્ટ ફી જતી કરવા માટે અરજી કરી શકો.

જો તમારે દેવાળુ કાઢવામાં, અથવા તમારા કરજના બીજા કોઇ પણ પાસા વિશે મદદની જરૂર હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર