Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

2. મારા લેણદારો મને સતત ફોન કર્યા કરે છે. હું શું કરી શકું?

તમારા પર જેમનું કરજ છે એવા લોકો સાથે કામના વ્યવહાર વખતે તમારા અધિકારો.

તમારે જેમને નાણાં ચૂકવવાના હોય તે લોકોને લેણદાર કહેવામાં આવે છે. લેણદારો અને તેમના ઉઘરાણી કરનાર એજન્ટો તમને તમારી સામે કાયદાકીય પગલાં લઇને તમારી પાસેથી લેણાં નાણાં વસૂલ કરવાના બદલે તમને ફોન કરીને અથવા પત્ર લખીને તમને લેણાં નાણાં ચૂકવવા રાજી કરવાનો પ્રયત્ન કરી શકે. મોટા ભાગના લેણદારો પાસે, સિવાય કે કોઇ અદાલતે તમને નાણાં ચૂકવવા હુકમ કર્યો હોય, અને તમે તે ન ચૂકવ્યા હોય, તમારી પાસેથી નાણાં મેળવવાની સીમિત સત્તાઓ હોય છે. કેટલાંક લેણદારો એમ કહી શકે કે તેઓ તમારી પાસે £750 અથવા વધુ રકમ લેણી થતા દેવાળુ કઢાવી શકે. જો કે કોઇ લેણદાર આવું કરે એવું ભાગ્યે જ બનતું હોય છે.

જો લેણદારો તમને ફોન કરે, તો એવું સમજાવવુ જરૂરી છે કે તમને આર્થિક તકલીફો છે અને તમે તે પરિસ્થિતનો હલ કેવી રીતે કરવા ધારો છો. જો તમે આ કર્યું હોય અને લેણદારો અથવા તેમના ડેટ કલેક્ટર્સ તમને નિયમિતપણે ફોન કરવાનુ ચાલુ રાખે તો અને સતામણી કહી શકાય.

લેણદારોએ તમને પોસાય એના કરતા વધુ પૈસા ચૂકવવા માટે તમારા પર અયોગ્ય (વધુ પડતુ) દબાણ કરવું ન જોઇએ. ઑફિસ ઓફ ફેર ટ્રેડિંગની લેણાં નાણાં વસૂલ કરવા બાબતની માર્ગદર્શિકાઓ (Fair Trading Guidelines on Debt Collection) જણાવે છે કે લેણદારોએ આ ન કરવું જોઇએ:

  • તમને વારેવારે ફોન કરવા;
  • તમારા પર કરજ ચૂકવવા માટે તમારી સંપત્તિ (વસ્તુઓ) વેચવા દબાણ કરવું; અથવા
  • તમારા પર કરજ ચૂકવવા માટે વધુ કરજ લેવા દબાણ કરવું.

જો કોઇ લેણદાર આ માર્ગદર્શિકાનો ભંગ કરે, તો તમારે તેમણે કરેલા કૉલ્સની કૉલની તારીખ અને સમય સાથે નોંધ રાખવી જોઇએ. એ નોંધમાં તમે જેની સાથે વાત કરો તે વ્યક્તિનું નામ અને જે વાત થાય તેનો સારાંશ પણ હોવો જોઇએ. તમારે તમને મળેલા અને તમે મોકલેલા પત્રોની નકલો પણ રાખવી જોઇએ. જો તમારે કોઇ લેણદાર વિશે ફરિયાદ કરવી હોય, તો તમારે કન્ઝ્યુમર ડાયરેક્ટ (Consumer Direct) અથવા તમારી સ્થાનિક ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્ઝ ઑફિસ (Trading Standards Office) નો સંપર્ક સાધવો જોઇએ.

જો તમારે તમારા લેણદારો સાથે કામના વ્યવહારમાં, અથવા તમારા કરજના બીજા કોઇ પણ પાસા વિશે મદદની જરૂર હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર