Skip navigation (access key S)

Access Keys:

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

1. બેઇલિફ અને કરજની ઉઘરાણી કરનારાઓ (ડેટ કલેક્ટર્સ)ને શું સત્તાઓ છે?

બેઇલિફો અને ડેટ કલેક્ટર્સ સાથે કામના વ્યવહાર વખતે તમારા અધિકારો..

બેઇલિફોને તમારા લેણદારો (એવા લોકો કે સંસ્થાઓ, જેમને તમારે કરજ ચૂકવવાનું છે) એ તમારી પાસેથી લેણા નિકળતા નાણાં ઉઘરાવવા માટે નોકરીએ રાખેલ હોય છે.

બેઇલિફો તમારી ચીજ-વસ્તુઓ લઇ જવાનો પ્રયત્ન કરી શકે, જે વેચીને તેઓ તમારૂં કરજ ચૂકવી શકે. મોટાભાગના કરજો માટે તેઓ આ તો જ કરી શકે, જો તેઓ કોર્ટમાંથી પરવાનગી મેળવે. જો કે, હર મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (એચએમઆરસી-HMRC) તમારે તેમને ચૂકવવાના થતાં નાણાં (દાખલા તરીકે ન ભરાયેલો ટેક્સ) વસૂલ કરવા માટે કોર્ટની પરવાનગી લીધા વિના બેઇલિફોને બોલાવી શકે.

તમારા પર કેવું કરજ છે અને તે કોને ચૂકવવાનું છે, તેના આધારે જુદા-જુદા પ્રકારના બેઇલિફ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં બેઇલિફ ક્યાંતો અદાલતનો પ્રમાણિત અધિકારી હોય છે, અથવા તો તેને કોઇ ખાનગી ઉધાર નાણાં વસૂલ કરતી ફર્મ દ્વારા નોકરીએ રાખવામાં આવેલ હોય છે.

તમે એવું માનતા હોઇ શકો કે બેઇલિફને તમારા ઘરમાં જબરજસ્તી ઘુસી આવવાની છૂટ હોય છે, પણ સામાન્ય રીતે તેઓને આવું કરવાની છૂટ તો જ હોય છે, જો તમારા પર કોઇ ન્યાયાધીશની અદાલતમાંથી લગાવવામાં આવેલ દંડની રકમ ન ચૂકવી હોવાથી કરજ હોય. જો તે બીજા કોઇ પણ પ્રકારનું કરજ હોય, તો તેઓ તમારા ઘરમાં દાખલ થવા માટે ‘વાજબી’ જોર-જબરજસ્તી કરી શકે, અને તે પણ ત્યારે જ, જો તેઓ તે જ કરજ માટે આ પહેલાં તમારા ઘરની અંદર આવ્યા હોય.

જો તમે કોઇ બેઇલિફને તમારા ઘરની અંદર આવવા દો, તો તે તમારી કેટલીક વસ્તુઓનું ‘વૉકિંગ પઝેશન’ લેશે (યાદી બનાવશે). આનો અર્થ કે જો તમે બેઇલિફ સાથે ચૂકવણા માટે સ્વીકાર્ય શરતો નક્કી ન કરી શકો, અથવા, ક્યારેક નક્કી કરેલ નાણાં ચૂકવવાનાં ચૂકી જાવ, તો તે કાયદાકીય રીતે તમારા ઘરમાં જબરજસ્તી ઘુસીને આ વસ્તુઓ લઇ જઇ શકે. માટે, જો તમે બેઇલિફને ક્યારેય તમારા ઘરમાં દાખલ ન થવા દો, તો તે ક્યારેય તમારા ઘરની અંદરની વસ્તુઓનું વૉકિંગ પઝેશન લઇ શકશે નહીં. જો કે તે તમારા ઘરની બહારની વસ્તુઓ (દાખલા તરીકે, ગાડી) લઇ જઇ શકે ખરા.

મોટાભાગના કરજ માટે કોઇ બેઇલિફ ‘પાયાની ઘરવપરાશની વસ્તુઓ’ લઇ જઇ શકે નહીં. આમાં પલંગ, કુકર, ફ્રિજ અને મોટા ભાગના રાચરચીલાનો સમાવેશ થાય છે. જો કે તેઓ, દાખલા તરીકે, ટેલિવિઝન અથવા એવી ખાસ જરૂરી ન હોય એવી વસ્તુઓ લઇ જઇ શકે ખરા.

ડેટ કલેક્ટર્સ (નાણાં ઉઘરાવવા આવનારાઓ) બેઇલિફ નથી અને તેમની પાસે તેમના જેવી સત્તા પણ નથી. તેમણે તમને તમારૂં કરજ ચૂકવવા મજબૂર કરવા માટે સતાવવા ન જોઇએ, પણ, તેમને કરજની ચૂકવણી કરાવવા માટે કાગળ લખવાની, ફોન કરવાની, અને અંતિમ ઉપાય તરીકે કાયદાકીય પગલાં લેવાની છૂટ છે ખરી. તેમને દેવાળુ કઢાવવા (બેન્કરપ્ટ્સી – કોઇ અદાલતને વિનંતી કરવાની કે તે તમને દેવાળુ ફૂંકાયેલ જાહેર કરે) માટે અરજી કરવાની પણ છૂટ છે.

જો તમને બેઇલિફ, ડેટ કલેક્ટર, દેવાળુ કાઢવા કે કરજના બીજા કોઇ પણ પાસાનો સામનો કરવા માટે મદદની જરૂર હોય, તો અને તમને નિષ્ણાત સલાહ મેળવવા માટે અમારા કોઇ ડેટ એડવાઇઝર સાથે 08001 225 6653 પર વાત કરવાની ભલામણ કરીએ છીએ. નિષ્ણાત ટેલિફોન સલાહ તો જ ઉપલબ્ધ છે, જો તમે લીગલ એઇડ (Legal Aid) મેળવવાને પાત્ર હો.

પાછા ઉપર