Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

40. જો સોશ્યલ સર્વિસિઝ મારા કુટુંબ બાબતે ચિંતિત હોય, તો તે શું કરી શકે?

દરેક સ્થાનિક સત્તાવાળાઓનો એક સોશ્યલ સર્વિસિઝ ડિપાર્ટમેન્ટ હોય છે જેની તે વિસ્તારમાં નુકસાન પામવાના જોખમમાં હોય એવા બાળકોની સુરક્ષા કરવાની જવાબદારી છે.

જો કોઇ સોશ્યલ સર્વિસિઝ ડિપાર્ટમેન્ટને ખબર પડે કે કોઇ બાળક નુકસાન પામવાના જોખમ પર હોવાનું ગણાય છે, તો તેણે તે વિશે તપાસ કરવાની રહેશે. આ માહિતી પોલિસ, શાળાઓ, હોસ્પિટલો કે જનતા સમેત અનેક સ્ત્રોતોમાંથી આવી શકે.

સોશ્યલ સર્વિસિઝે, જો તે બાળક માટે સૌથી સારૂં હોય, તો કુટુંબો સાથે તેમને ભેગા રાખવા માટે કામ કરવું જોઇએ. જો સોશ્યલ સર્વિસિઝ તમારા કુટુંબ સાથે સંડોવાય, તો જોખમમાં હોવાની અને ડરની અનુભૂતિ થવી સ્વાભાવિક છે, પણ એ યાદ રાખવું મહત્ત્વનું છે, કે સોશ્યલ સર્વિસિઝ બાળકોને તેમના કુટુંબોથી દૂર લઇ જવાનો પ્રયત્ન નથી કરતી; તેઓ ફક્ત તે નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે, કે બાળકો સુરક્ષિત છે અને તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. માટે, જો સોશ્યલ સર્વિસિઝ તમારા કુટુંબમાં રસ લઇ રહી હોય, તો તેમની સાથે મળીને કામ કરવાનો પૂરો પ્રયત્ન કરો.

કોઇ સોશ્યલ વર્કર કુટુંબ સાથે વાત કરવા માટે તે ઘરની મુલાકાત લેશે. તેનાં પરિણામો જુદા-જુદા હોઇ શકે, પણ તે આ હોઇ શકે:

  • આગળ કોઇ સામેલગિરી નહીં
  • આગળ ઉપર સતત મદદ કરવા માટેનો પ્રસ્તાવ
  • સમયાંતરે પરિસ્થિતિ સુધરે છે કે કેમ તે જોવા માટે પરિવારને એક સોશ્યલ વર્કર સોંપાવા.

જો પરિસ્થિતિ સુધરે નહીં, અથવા બગડે, તો તેમાં સામેલ બધાં જ વ્યાવસાયિકો બાળકના કલ્યાણ વિશેની માહિતી એક-બીજાને આપે છે. તેઓ નક્કી કરે છે કે બાળકને ચિલ્ડ્રન પ્રોટેક્શન રજિસ્ટરમાં મૂકવું જોઇએ કે નહીં અને બાળકોની સુરક્ષા કરવા માટે અને કુટુંબને પરિસ્થિતિ સુધારવાની તક આપવા માટે કાર્યયોજના શરૂ કરવામાં આવે છે.

જો બાળકને નુકસાન થવાનું ખૂબ ગંભીર જોખમ હોય, તો તાત્કાલિક પગલાં લઇ શકાય. આ પોલિસ પ્રોટેક્શન ઑર્ડર (police protection order)થી અથવા સોશ્યલ સર્વિસિઝ દ્વારા ઇમરજન્સી પ્રોટેક્શન ઑર્ડર (emergency protection order)થી થઇ શકે. આ ઑર્ડર બાળકોને એક સુરક્ષિત સ્થળે લઇ જશે, કદાચ કુટુંબના કોઇ બીજા સભ્યના ઘરે અથવા, જો બીજું કોઇ ઉપલબ્ધ ન હોય, તો ફોસ્ટર હોમ (પાલક ઘર) માં. આવું ત્યારે જ થાય જ્યારે બાળકને ગંભીર નુકસાન થવાનું તત્કાલિન જોખમ હોય.

પાછા ઉપર