Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

 • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

  08001 225 6653પર ફોન કરો
 • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
 • શનિ સવારે 9 - બપોરે12:30
 • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

38. હું છૂટાછેડા કેવી રીતે મેળવી શકું?

છૂટાછેડા એ કોઇ લગ્નને પૂરૂં કરવા માટેની કાયદાકીય પ્રક્રિયા છે. તમારે છૂટાછેડા લેવા માટે તમારી સ્થાનિક કાઉન્ટી કોર્ટમાં અરજી કરવી પડશે અને કેટલાંક ફોર્મ ભરવા પડશે. પ્રક્રિયા શરૂ થાય ત્યારે અને તેના છેલ્લા તબક્કામાં અદાલતને ફી ચૂકવવાની હોય છે.

પહેલા ફોર્મને પિટિશન (Petition) કહેવામાં આવે છે. તેમાં લગ્ન વિશે પાયાની માહિતી અને છૂટાછેડા માટેનાં કારણો દર્શાવવામાં આવે છે. તેનું એકમાત્ર કારણ હોઇ શકે કે તમારૂં લગ્ન ફરી જોડી ન શકાય એટલું ભંગાણ પામી ગયું છે, અને તમે તેને નિમ્નલિખિત પાંચ કાયદાકીય તથ્યોમાંથી એકના આધારે સાબિત કરી શકો. આ તથ્યો છે:

 • વ્યભિચાર (અડલ્ટરિ): તમારા પતિ અથવા પત્નીએ કોઇ વિજાતીય વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધ્યો છે અને પરિણામે તમે તેમની સાથે રહેવાનું ચાલુ રાખવાનું સ્વીકારી શકતા નથી.
 • ગેરવાજબી વર્તણૂંક – આમાં તમે જેને અસ્વીકાર્ય માનતા હો તેવી કોઇ પણ વર્તણૂંકનો સમાવેશ થાય છે અને તમારે આ વર્તણૂંકના લગભગ છ ઉદાહરણ આપવાના થશે.
 • ત્યાગ: તમારા પતિ અથવા પત્નીએ તમને છોડી દેવાનું નક્કી કર્યું હોય અને તમે કાર્યવાહી શરૂ કરી શકો તેની પહેલાં બે વર્ષથી ગેરહાજર રહ્યાં હોય.
 • બે વર્ષનું સેપરેશન (અલગ રહેવું): જો તમારા પતિ કે પત્ની તેમાં સંમત થાય, તો તમે જો બે વર્ષથી વધુ સમયથી અલગ રહેતાં હો, તો તમને છૂટાછેડા મળી શકે.
 • પાંચ વર્ષનું સેપરેશન: જો તમે પાંચ વર્ષથી વધુ સમયથી અલગ થઇ ગયાં હો, તો તમે તમારા પતિ કે પત્નીની સંમતિ વિના છૂટાછેડા મેળવી શકો.

જો તે લગ્નમાં કોઇ બાળકો થયાં હોય, તો તમારે સ્ટેટમેન્ટ ઑફ અરેન્જમેન્ટ્સ ફૉર ધ ચિલ્ડ્રન (Statement of Arrangements for the Children) (બાળકો માટેની વ્યવસ્થાઓનું વિધાન) નામનું એક ફોર્મ ભરવાનું હોય છે.

આ બંને ફોર્મ અને લગ્નના પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)ની મૂળ પ્રત સ્થાનિક કાઉન્ટી કોર્ટને આપવામાં આવવી જોઇએ. કોર્ટ તેને ટપાલ દ્વારા તમારા પતિ કે પત્નીને મોકલે છે. જ્યાં સુધી તમારા સાથી સર્વિસ ફોર્મ (service form)ની એક્નોલેજમેન્ટ (acknowledgement), જે સાબિત કરે છે કે તેમને કાગળો મળી ગયાં છે, કોર્ટને પાછી ન મોકલે, અથવા કોર્ટને આનાં કોઇ બીજા પુરાવા ન મળે, ત્યાં સુધી છૂટાછેડાની કાર્યવાહી આગળ ન વધી શકે.

જ્યારે આ થઇ જાય, ત્યારે જે વ્યક્તિએ છૂટાછેડાની કાર્યવાહી ચાલુ કરી હોય (જેને પિટિશ્નર (petitioner) કહેવામાં આવે છે), તે ડિક્રી નાઈસાઈ (Decree Nisi) માટેનું એક અરજી પત્રક ભરે છે. આ ફોર્મમાં પિટિશનમાં આપવામાં આવેલી માહિતીની પુષ્ટી કરતું એક સોગંદનામું સામેલ હોય છે. ત્યાર પછી એક ડિસ્ટ્રિક્ટ જજ બધાં જ કાગળો પર વિચાર કરશે, અને જો તેમને સંતોષ થાય કે તમે છૂટાછેડા મેળવવાને પાત્ર છો, તો ડિક્રી નાઈસાઈ (Decree Nisi)ને મંજૂરી આપશે. ડિક્રી નાઈસાઈ (Decree Nisi)ના છ અઠવાડિયા અને એક દિવસ પછી પિટિશ્નર ડિક્રી એબ્સલ્યુટ (Decree Absolute) મેળવવા માટે અરજી કરી શકે, જે લગ્નને પૂરાં કરતી જાહેરાત છે.

તમારે અને તમારા સાથીએ છૂટાછેડાની પ્રક્રિયા દરમ્યાન આર્થિક સમજૂતી (ફાઇનાન્શિયલ સેટલમેન્ટ) વિશે વિચારવું પડશે. ડિક્રી નાઈસાઈ (Decree Nisi)ને મંજૂરી મળે પછી તમે અદાલતને કોઇ સમજૂતીને મંજૂરી આપવા કહી શકો. જો તમે કોઇ આર્થિક સમજૂતિ માટે સંમત ન થઇ શકો, તો તમારામાંથી કોઇ પણ કોર્ટને તે સમજૂતી વ્યાજબી છે કે કેમ તે નક્કી કરવા કહી શકે.

પાછા ઉપર