Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

36. છૂટાં પડયાં પછી બાળકો માટે કેવી વ્યસ્થાઓ થવી સામાન્ય હોય છે?

જ્યારે યુગલો છૂટાં પડે છે, ત્યારે તેની અસર તે સંબંધમાંથી જન્મેલા બાળક પર પણ થાય છે. તમારા અને તમારા સાથી માટેના આ અત્યંત તકલીફભર્યા તબક્કામાં બાળકો વિશે અને તેઓ શું અનુભવી રહ્યાં છે, તે વિશે વિચારવું મહત્ત્વનું છે.

બાળકો ખૂબ ઝડપથી સામાન્ય થઇ જઇ શકે છે. તેઓને જ્યાં સુધી કહેવામાં આવે કે શું થવાનું છે, ત્યાં સુધી તેઓ પરિવર્તનને અનુકૂળ થઇ જશે, પણ તમારે સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓને ઝઘડા અને જીભાજોડીથી દૂર રાખવામાં આવે.

એ યાદ રાખવાનો પ્રયત્ન કરો કે તમારી અને તમારા સાથી વચ્ચેનો નજીકનો સંબંધ પૂરો થયો છે, પણ હજુ પણ તમે બંને બાળકોના માતા-પિતા છો, અને તમારે આ ચાલુ રહેનાર સંબંધને જાળવવાની કોઇ રીત શોધવી પડશે. બાળકો પોતાનાં માતા-પિતાને આગળ વધતા અને તેમના વિશે સંયુક્તપણે નિર્ણયો કરતા જુએ તે તેમના હિતમાં છે.

સેપરેશન પછી બાળકો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવવી જોઇએ એના કોઇ નિયમો નથી. દરેક કુટુંબ જુદું હોય છે અને તમારે તમારા માટે શું યોગ્ય રહેશે તે બાબતે સંમત થવું પડશે.

મોટા ભાગનાં લોકો એ બાબતે સંમત થાય છે કે બાળકોને સામાન્ય રીતે તેમના માતા-પિતા બંને સાથે તેમનો સંબંધ ચાલુ રહે તેનાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે બાળકોને તેમના માતા-પિતામાંથી એકની સાથે તેમનું મુખ્ય ઘર હોય છે (જેને ‘રેસિડન્સ’ (રહેઠાણ) કહેવામાં આવે છે), અને બીજાની સાથે તેઓ સમય ગાળશે (જેને ‘કૉન્ટૅક્ટ’ (સંપર્ક) કહેવામાં આવે છે). શેઅર્ડ રેસિડન્સ હોય એવું પણ બની શકે, જેનો અર્થ એમ થાય છે કે બાળકો બે ઘર વચ્ચે તેમનો સમય વહેંચે છે. દરેક ઘરમાં વિતાવેલો સમય સરખો હોવો જરૂરી નથી.

કેવો કૉન્ટૅક્ટ થવો જોઇએ તેના કોઈ નિયમો નથી. દરેક પરિસ્થિતિ જુદી હોય છે. યોગ્ય અને સુરક્ષિતની વ્યાખ્યા, કુટુંબ સાથે બદલાશે. ક્યારેક કૉન્ટૅક્ટ વ્યાપક હોઇ શકે અને તેમાં બાળકોના રાત્રે રોકાવાનો સમાવેશ થઇ શકે. અથવા, જો બાળકોને માતા-પિતામાંથી બીજી વ્યક્તિ (જેની સાથે તેઓ સામાન્ય રીતે રહેતા નથી)થી જોખમ હોવાનું માનવામાં આવતું હોય, તો કુટુંબના કોઇ સભ્ય કે કોઇ ત્રીજા પક્ષની (બહારની) વ્યક્તિ તેનું નિરીક્ષણ કરી શકે. ક્યારેક બહુ જ ખરાબ પરિસ્થિતિ હોય, તો કૉન્ટેક્ટ માત્ર ઇન્ડિરેક્ટ (આડકતરા) કૉન્ટૅક્ટ સુધી સીમિત કરી દેવામાં આવી શકે. આનો અર્થ થાય કે પત્રો, કાર્ડ અને ભેટ મોકલવામાં આવે, પણ કોઇ રૂબરૂ સંપર્ક ન થાય.

બાળકો માટેની વ્યવસ્થા તમે એકબીજા સાથે નક્કી કરી લો, તે સૌથી સારૂં છે, પણ જો તમે આમ ન કરી શકો, તો તમે તમારી પાસેના વિકલ્પો વિશે સલાહ મેળવી શકો.

તમારે છૂટા પડ્યા પછી બાળકો માટે આર્થિક મદદ (મેઇન્ટેનન્સ) વિશે વિચારવું પડશે. માતા-પિતામાંથી જેની સાથે બાળકોને તેમનું મુખ્ય ઘર ન હોય (જેને ‘એબસન્ટ પેરન્ટ’ કહેવામાં આવે છે), તેની બીજાને મેઇન્ટેનન્સ ચૂકવવાની જવાબદારી છે. ચાઇલ્ડ સપોર્ટ એજન્સી (Child Support Agency) ગણતરી કરી શકે કે આ મેઇન્ટેનન્સ કેટલું હોવું જોઇએ, અને તેમની વેબસાઇટ પર આના વિશે ઉપયોગી માહિતી છે.

પાછા ઉપર