Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

શું હું લીગલ એઇડ (કાયદાકીય મદદ - legal aid) મેળવી શકું?

લીગલ એઇડ કેલ્ક્યુલેટર તમને તમે કોઇ દીવાની મુકદ્દમા માટે લીગલ એઇડ મેળવી શકો કે કેમ તે જાણવાની સગવડ આપે છે.

તમે કોઇ દીવાની મુકદ્દમા માટે લીગલ એઇડ મેળવી શકો કે કેમ તે જાણવા માટે અમારા લીગલ એઇડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પર કોઇ ગુનો કર્યાનો આરોપ હોય, અને જાણવા માંગતા હો કે તમે અદાલતમાં લીગલ એઇડ મેળવી શકો કે કેમ, તો ફોજદારી ગુનાના કોઇ નિષ્ણાત વકીલ સાથે વાત કરો. તેમને શોધવા માટે તમે અમારી લીગલ એડવાઇઝર ડિરેક્ટરીનો ડઉપયોગ કરી શકો છો.

અદાલતમાં ફોજદારી મુકદ્દમાઓ માટે તમારે એક મીન્સ ટેસ્ટ (સાધન પરીક્ષણ) કરાવવાનો રહેશે. લીગલ સર્વિસિઝ કમિશન (Gurkha Free Legal Advice)ની વેબસાઇટ પર મીન્સ ટેસ્ટિંગ વિશે વધુ માહિતી છે.

જો તમારી ધરપકડ કરવામાં આવી હોય તો તમે પોલિસ સ્ટેશનમાં મફત લીગલ એઇડ મેળવી શકો. પોલિસને એક સ્વતંત્ર વકીલ બોલાવવા કહો. આ તમારો અધિકાર છે.

અત્યારે અમારું લીગલ એઇડ કેલ્ક્યુલેટર અને ડિરેક્ટરી ફક્ત અંગ્રેજી અને વેલ્શમાં જ ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છતા હો કે કોઇ તમારા વતી લીગલ એઇડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે, તો અમારી હેલ્પલાઇનને ફોન કરો.અથવા અમને તમને સામે ફોન કરવા કહો..જો તમે અંગ્રેજીમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માંગતા હો, તો

લીગલ એઇડ શું છે?

જો તમને કાયદાકીય સલાહ મેળવવાના ખર્ચમાં મદદની જરૂર હોય, તો તમે લીગલ એઇડ મેળવવા માટે અરજી કરી શકો.

તમે તે મેળવશો કે કેમ, તે આની પર આધાર રાખે છે:

  • તમને જે કાયદાકીય સમસ્યા હોય તેનો પ્રકાર;
  • તમારી આવક (તમે કેટલું કમાવ છો) અને તમારી પાસે કેટલી મૂડી (નાણાં, સંપત્તિ, વસ્તુઓ) છે;
  • તમારી કેસ જીતવાની વાજબી શક્યતા છે કે કેમ અને જીતવા માટે જરૂરી સમય અને પૈસાનો ઉપયોગ કરવો યોગ્ય છે કે કેમ.

હું કેવા પ્રકારની સમસ્યાઓ માટે લીગલ એઇડ મેળવી શકું?

લીગલ એઇડ અનેક પ્રકારની દીવાની કાયદાકીય સમસ્યાઓ માટે ઉપલબ્ધ છે. કોઇ દીવાની કાયદાકીય મુકદ્દમો એવો મુકદ્દમો છે જેમાં તમારે કોઇ વ્યક્તિ, કંપની અથવા અન્ય સંસ્થા સાથે કોઇ મતભેદ હોય. દાખલા તરીકે, કોઇ દીવાની સમસ્યા તમારી નિમ્નલિખિત બાબતો સાથે સંબંધિત હોઇ શકે:

  • ઘર
  • સંબંધો (તમે છૂટા પડી રહ્યા હો (સેપરેટ) અથવા છૂટાછેડા લઇ રહ્યા હો)
  • નાણાં (તમને બેનિફિટ્સ મેળવવામાં તકલીફ થઇ રહી હોય).

તમે ફોજદારી મુકદ્દમાઓ માટે પણ લીગલ એઇડ મેળવી શકો છો. તમારું પ્રતિનિધિત્વ કરવા માટે કોઇ વકીલ શોધવા માટે અમારી લીગલ એડવાઇઝર ડિરેક્ટરીનો ઉપયોગ કરો અથવા અમારી હેલ્પલાઇન પર ફોન કરો .

જો તમારી ધરપકડ કરવામાં આવી હોય, તો તમે પોલિસ સ્ટેશનમાં મફત લીગલ એઇડ મેળવી શકો. પોલિસને એક સ્વતંત્ર વકીલ બોલાવવા કહો. આ તમારો અધિકાર છે.

જો તમને તે પોસાય એમ હોય, તો અદાલતમાં તમારે તમારા બચાવનો ખર્ચ ચૂકવવો પડી શકે.

તમારે એક 'એપ્લિકેશન ફૉર લીગલ એઇડ ઇન ક્રિમિનલ પ્રોસિડિંગ્સ' (ફોજદારી કાર્યવાહીમાં કાયદાકીય મદદ માટેની અરજી - 'Application for Legal Aid in Criminal Proceedings') કરવાની રહેશે, જે તમને તમારા વકીલ આપશે. જો તમે આ ફૉર્મ નહીં ભરો, તો તમે લીગલ એઇડ નહીં મેળવી શકો. જ્યારે તમે તમારા વકીલની મુલાકાત લો, ત્યારે તમારે, જો શક્ય હોય, તો, તમારી આવકના પુરાવા તમારી સાથે લઇ જવા જોઇએ. દાખલા તરીકે, તમે:

  • ઇન્કમ સપોર્ટ (income support) કે બેનિફિટ્સ મેળવવા માંગતા હો,
    તો તમારો નેશનલ ઇન્શ્યોરન્સ નંબર (રાષ્ટ્રીય વીમા નંબર - national insurance number) અથવા તમને બેનિફિટ્સ મળશે તેની પુષ્ટિ કરતો પત્ર
  • રોજગાર ધરાવતા હો (નોકરી કરતા હો)
    તમારી છેલ્લી પે-સ્લિપ લઇ જાવ
  • પોતાનો વ્યવસાય કરતા હો (સેલ્ફ એમ્પલોઇડ હો)
    તમારું છેલ્લું આખું સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન (પોતે આકારણી કરેલ ટેક્સ રિટર્ન - self-assessment tax return) ફૉર્મ અથવા છેલ્લા હિસાબો લઇ જાવ.

જો તમે તેમ કરી શકો, તો તમારે અદાલતમાં જતા પહેલા લીગલ એઇડ મેળવવા માટે અરજી કરવી જોઇએ.

પાછા ઉપર