Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

 • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

  08001 225 6653પર ફોન કરો
 • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
 • શનિ સવારે 9 - બપોરે12:30
 • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

ક્વૉલિટી માર્ક

ગુણવત્તા ચિહ્ન

ગુણવત્તા ચિહ્ન દર્શાવે છે કે સંસ્થા, કાનૂની સેવા આયોગ દ્વારા નક્કી કરાયેલ ગુણવતા ધોરણો પરિપૂર્ણ કરે છે. અમે નિયમિત, આ ધોરણો પરિપૂર્ણ કરવા બાબત સંસ્થાઓની ચકાસણી કરીએ છીએ. આ સંસ્થાઓ શોધી કાઢવા નીચે દર્શાવેલ કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ લોગો જુઓ અથવા ડિરેક્ટરી માં જુઓ.

flag_cls

ડિરેક્ટરી માં બે પ્રકારની જુદી જુદીક્વૉલિટી માર્કડ્-ગુણવત્તા ચિહ્નોવાળી સંસ્થાઓ છે: સામાન્ય સહાય અને તજજ્ઞ સહાય. તેઓ જે કક્ષાની સેવા પૂરી પાડી શકે તેમ હોય તે નીચે નિયત કરેલ છે.

સામાન્ય સહાય

તમારી સમસ્યાના મુખ્ય ઘટકો નક્કી કરવામાં તમને કોઇકની સહાય જોઇતી હોય તો તમારે સામાન્ય સહાય પ્રબંધકનો ઉપયોગ કરવો અને તમારા સામાન્ય સમસ્યાના ઉકેલ માટે માહિતી, સલાહ અને સહાય પૂરી પાડવી. સામાન્ય સહાય પ્રબંધકો, વિશિષ્ટ નાગરિક સલાહ બ્યુરોક્ષ અને અન્ય સલાહ સંસ્થાઓ છે.

તેઓ શું કરશે?

તેઓ,

 • તમારી સમસ્યાનું નિદાન કરશે.
 • તમને ઉપલભ્ય વિકલ્પો સમજાવશે.
 • તમે લઈ શકો તેવા વધુ પગલાં નક્કી કરવામાં તમને મદદ કરી શકશે.
 • તમને મૂળભૂત સહાય આપશે.
 • ફોર્મ ભરશે અને પત્રો લખશે; અને
 • જરૂરી હોય તો વધુ માહિતી માટે અન્ય સંસ્થાઓનો સંપર્ક કરશે.

કેસ કામગીરી અંગે સામાન્ય સહાય

કેટલીક સંસ્થાઓ કેસ કામગીરી પણ પ્રસ્તુત કરે છે. આનો અર્થ છે :

 • તેઓ તમારા વતી પગલાં લઈ શકશે
 • તમારી તરફેણમાં નિર્ણય કરવા તેઓને સમજાવવા કોઈક અન્ય સમક્ષ તમારો કેસ રજૂ કરી શકશે.
 • ટેલિફોન દ્વારા, પત્ર દ્વારા કે સામ-સામે મળીને તેઓ વાટા ઘાટ કરી શકશે; અને
 • તેઓ સલાહ સેવાઓ પૂરી પાડી શકશે. આનો અર્થ કે, વિધિવત કાર્યવાહી તમારે માટે બોલવું, ઉદાહરણ તરીકે કેટલીક ટ્રિબ્યુનલો સમક્ષ બોલવું.

સંસ્થાઓ કાયદાના જુદાં જુદાં ક્ષેત્રોમાં -ઉદાહરણ તરીકે, આવાસન અથવા વૃદ્ધ લોકોને અસરકર્તા પ્રશ્નો માટેની કેસ કામગીરી સોંપી શકશે. તમારે જરૂરી હોય એવા પ્રકારનું કેસ કામ પ્રસ્તુત કરી શકતી સંસ્થાઓ જોવા ડિરેક્ટરી માં તપાસ કરવી.

તજજ્ઞ સહાય

જટિલ કાનૂની પ્રશ્ન અંગે તમે કોઈની સલાહ મેળવવા અને રજૂઆત સહિત સંપૂર્ણ શ્રેણીબંધ કાનૂની સેવાઓ હાથ ધરવા માગતા હોવ ત્યારે તમારે તજજ્ઞ સહાય પ્રબંધકનો ઉપયોગ કરવો. સામૂહિક કાનૂની સેવા ફંડ, જેઓને રજૂઆત પરવડી શકે તેમ ન હોય તેવા લોકોને, તેઓ ચોક્કસ શરતો પરિપૂર્ણ કરે ત્યાં સુધી સહાય કરે છે. - વધુ માહિતી માટે અમારું ચાર્જિસઅંગેનું પૃષ્ઠ અંગેનું પૃષ્ઠ જોવું. તજજ્ઞ સહાય પ્રબંધકો ખાસ કરીને, સોલિસિટરો, કાનૂની કેન્દ્રો અને કેટલાક નાગરિક સલાહ બ્યુરોક્ષ છે.

તેઓ શું કરશે?

 • તેઓ કાયદાના ખાસ ક્ષેત્રોમાં જટિલ બાબતો અંગે સલાહ અને કાનૂની સહાય આપશે; અને
 • તેઓ, પરવાનગી હોય ત્યાં કોર્ટમાં તમારી રજૂઆત કરી શકશે.

તજજ્ઞ પ્રબંધકો કાયદાના જુદાંજુદાં ક્ષેત્રો - ઉદાહરણ તરીકે, આવાસન, દેવું, દેશાગમન અને ગુનો અંગે સલાહ આપે છે. સંપૂર્ણ વિગતો માટે કાયદાના પ્રકારો જુઓ.

તમે વધુ જાણવા માગો છો?

ગુણવત્તા ચિહ્ન ધોરણો અને ગુણવત્તા ચિહ્ન માટે અરજી કરવા અંગેની માહિતી માંથી કાનૂની સેવા આયોગના ગુણવત્તા ચિહ્ન અંગેની માહિતી ડાઉનલોડ કરવી.


કૃપા કરી નોંધ લેશોઃ

અત્યારે LCS-ઍલસીએસ, અમારી સાથે વ્યાપારી કરાર કરેલવિક્રેતાઓ તથા માલ આપનારની સાધનસંપત્તિની તપાસ કરવા ઉપરાંત, જેનું નાણાંકીય ભંડોળ ક્વૉલિટી માર્ક ના પુરસ્કાર પર આધારિત છે, તેઓની પણ તપાસ કરે છે. જો તમારી સંસ્થા આ કક્ષાઓમાં ન આવતી હોય, તો તમારી અરજીનો સ્વીકાર કરવો અશક્ય બની રહેશે, અને તમારીસંસ્થાની તપાસ પણ શક્ય નહિ બને. અમે એવું સૂચન કરીએ છીએ, કે સ્થાનિક પરિસ્થિતિ જાણવા તમે તમારી LCS-ઍલસીએસ ની રીજનલ ઑફિસ નો સંપર્ક કરો. તમને પહોંચેલ કોઈ પણ પ્રકારની અસુવિધા માટે અમે અમારી દિલગીરી વ્યક્ત કરીએ છીએ, અને જો તમારે આ બાબતની કોઈ ટીકા-ટિપ્પણી હોય, તો Supplier Development Group-સપ્લાયર ડેવલપમેન્ટ ગ્રૂપ ને 85 Gray's Inn Road, London WC1X 8TX પર લખો, અથવા તો qualitymark@legalservices.gov.ukપર ઈ-મેઈલ કરો.

પાછા ઉપર