Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

 • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

  08001 225 6653પર ફોન કરો
 • સોમ-શુક્ર સવારે 9 – સાંજે 8.00
 • શનિ સવારે 9 - બપોરે12:30
 • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને – અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

કમ્યુનિટિ લીગલ એડવાઇસ (Gurkha Free Legal Advice) હેલ્પલાઇન

મફત સલાહ માટે અમને હમણાં જ ફોન કરો.

08001 225 6653

અમે સોમવારથી શુક્રવાર સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી કામ કરીએ છીએ અને શનિવારે સવારે 9 થી બપોરે 12.30 વાગ્યા સુધી કામ કરીએ છીએ.

વધુ જાણવા માંગો છો?

કમ્યુનિટિ લીગલ એડવાઇસ હેલ્પલાઇન મને કેવી રીતે મદદ કરી શકે?

કમ્યુનિટિ લીગલ એડવાઇસ તમને ફોન પર ઉચ્ચ ગુણવત્તાની ખાનગી સલાહ આપીને તમારી રોજિંદી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે.

અમને લીગલ એઇડ (કાયદાકીય મદદ- legal aid) ભંડોળ આપે છે, માટે, જો તમે ઓછી આવક અથવા બેનિફિટ્સ પર જીવતા હો, તો તમે કરજ, અભ્યાસ, કુટુંબ, વેલ્ફેર બેનિફિટ્સ ( કલ્યાણ સંબંધી લાભો - welfare benefits) અને ટેક્સ ક્રેડિટ્સ (કરમાં લાભ - tax credits), રોજગાર અને રહેણાંક સંબંધી સમસ્યાઓ વિશે મફત, સ્વતંત્ર સલાહ મેળવી શકો છો.

તમે લીગલ એઇડ મેળવવાની લાયકાત ન પણ ધરાવતા હો, તો પણ અમે તમને યોગ્ય એજન્સી અથવા સલાહ આપી શકે એવી સંસ્થા સાથે સંપર્ક કરાવીને મદદ કરવાના રસ્તા શોધી શકીશું.

આ સેવામાં ઇંગ્લેન્ડ તેમ જ વેલ્શના કાયદાઓનો સમાવેશ થાય છે.

હું ફોન કરીશ ત્યારે શું થશે?

તમે સૌથી પહેલા જે વ્યક્તિ સાથે વાત કરશો, તે એક ઓપરેટર હશે. તેમને કાયદાની તાલીમ નથી મળી (તેઓ કાયદો નથી ભણ્યા), પણ તેઓ તમને તમારે કેવા પ્રકારની માહિતી અને મદદની જરૂર છે તે જાણવા માટે તમારી સમસ્યા વિશે પ્રશ્નો પૂછશે.

 • જો તમને કોઇ એવી સમસ્યા હોય જેમાં અમે તમને મદદ કરી શકીએ, તો ઓપરેટર તમને તમારી આર્થિક સ્થિતિ વિશે બીજા કેટલાંક પ્રશ્નો પૂછશે જેથી નક્કી કરી શકાય કે તમે મફત નિષ્ણાત સલાહ મેળવવાને લાયક છો કે કેમ.
 • જો તમે તેના માટે લાયક હો, અને ફોન પર સલાહ મેળવવા માંગતા હો, તો તમને તરત જ નિષ્ણાત લીગલ એડવાઇઝર (કાનૂની સલાહકાર)નો સંપર્ક કરાવવામાં આવશે. પછી નિષ્ણાત લીગલ એડવાઇઝર તમારો કેસ હાથમાં લેશે. તેઓ તમારા વતી પત્રો લખશે અને તમારા બદલે મકાન-માલિક અને લેણદારો જેવા લોકો સાથે વાત પણ કરશે. તેઓ તમારા માટે એમ્પલોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઇ જવા માટેના દસ્તાવેજો પણ તૈયાર કરી શકશે.
 • તમે તમારા એડવાઇઝર સાથે તમારી સલાહ હલ થાય ત્યાર સુધી, તમને જરૂર પડે ત્યાં સુધી, જરૂર હોય એટલી વાર, ગુપ્ત રીતે વાત કરી શકો.
 • જો અમે તમને મદદ કરી શકીએ એમ નહીં હોઇએ તો પણ, અમે એવી અન્ય સેવાઓ સાથે તમારો સંપર્ક કરાવી શકીશું જે તમને મદદ કરી શકે.
 • અમે અમારી સેવાઓ માટે ક્યારેય કોઇ ચાર્જ લેતા નથી.અમારી બધી સલાહ અને મદદ માટેનું ભંડોળ લીગલ એઇડ પૂરૂં પાડે છે.

મને કૉલનો કેટલો ખર્ચ થશે તેની ચિંતા છે?

બીટી (BT) લેન્ડલાઇન્સ પરથી કૉલનો ખર્ચ મિનિટના 4 પેન્સથી વધુ થતો નથી. જો તમને ખર્ચની ચિંતા હોય, તો તમે કોઇ એડવાઇઝરને તમને સામો ફોન કરવા કહી શકો અથવા આમ કરીને અમારી પાસે તમને ફોન કરાવી શકો:

 • અમારા સાદા વેબફૉર્મનો ઉપયોગ કરીને – અમે તમને અનુકૂળ હોય તેવા સમયે તમને ફોન કરીશું.
 • 80010 પર 'legalaid' અને પછી તમારું નામ ટેક્સ્ટ કરીને. અને અમે 24 કલાકની અંદર તમને સામો ફોન કરીશું. તમારા ટેક્સ્ટનો ખર્ચ તમારા ઓપરેટરના સામાન્ય દર મુજબનો હશે.

સેવા તો એ જ છે, પણ તમે એક કૉલનો ખર્ચ કરવામાંથી બચી જશો.

શું હું બીજી ભાષાઓમાં સલાહ મેળવી શકું?

જો તમે અંગ્રેજી અથવા વેલ્શ સિવાયની ભાષાઓમાંથી કોઇ ભાષામાં સલાહ મેળવવા માંગતા હો, તો હેલ્પલાઇનની એક મફત અનુવાદ સેવા છે. લેંગ્વેજ લાઇન (Language Line) 170 ભાષાઓમાં તરત જ અનુવાદ સેવા (ઇન્સ્ટંટ ટ્રાન્સલેશન સેવા) પૂરી પાડે છે.

શું હું મિનિકોમ અથવા ટાઇપટોકનો ઉપયોગ કરી શકું?

અમે મિનિકોમ અને ટાઇપટોક કૉલ્સ પણ લઇએ છીએ.

 • મિનિકોમ બહેરા, ઓછું સાંભળનારા અથવા જેમની બોલવાની ક્ષમતા નુકસાન પામેલી હોય તેવી વ્યક્તિઓ સાથે સંવાદ કરવા માટેનું એક ટેલિફોન ટાઇપરાઇટર સાધન છે. મિનિકોમ નંબર છે 0845 609 6677.
 • ટાઇપટોક જેમને સાંભળવામાં તકલીફ હોય તેવા લોકોને મફત ઓપરેટર સેવા દ્વારા સલાહ મેળવવા માટે ટેકસ્ટફોનનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે.

Member of the Telephone Helplines Association logo

પાછા ઉપર